પોરબંદરમાં તહેવાર નિમિત્તે ત્રણ હજાર પરિવારોને અપાઈ રાશનકિટ

  • September 07, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર લાયન્સ કલબ તથા સ્વ.ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે જ‚રીયાતમંદ પરિવારોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર લાયન્સ કલબ તથા સ્વ.ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે ૩૦૦૦ થી વધુ રાશનકિટનું જ‚રીયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવ્યુ હતુ.મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય તથા ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.મલ્ટીપલ કાઉન્સિલ ટ્રેઝરર તથા પી.ડી.જી. એમ.જે.એફ. લાયન હિરલબા જાડેજાએ આપેલા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સામાન્ય માનવી ઉમંગભેર પોતાના પરિવાર સાથે સાતમ-આઠમ તહેવાર ઉજવી શકે તે હેતુથી આ પ્રોજેક્ટ શ‚ કરવામાં આવેલ હતો,અને સદા સમાજની સેવા કરતા રહીએ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.સૌરાષ્ટ્રમાં આ બહુ મહત્વના તહેવારોમાંનો એક ગણાય. લોકબોલીમાં તેને સાતમ-આઠમનો તહેવાર કહેવાય. ઘરે ઘરે મીઠાઈ-ફરસાણ બને, ગામે ગામ લોકમેળાઓ ભરાય, એકંદરે નાના-મોટા,સ્ત્રી-પુ‚ષ-બાળકો, અમીર-ગરીબ, શહેરીજનો-ગ્રામ્યજનો સૌનો માનીતો આ તહેવાર.પરંતુ સામાન્ય છેવાડાનો માનવી કે રોજેરોજનું ગુજરાન ચલાવવા માટે પેટિયું રળી ખાનાર વર્ગ પણ કંઇક અંશે માનભેર આ તહેવાર ઉજવી શકે તે માટે લાયન્સ કલબ પોરબંદર તથા સ્વ.ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લા પચ્ચીસ વર્ષથી રાશનકિટનું વિતરણ આયોજનબદ્ધ રીતે કરે છે.જ‚રીયાતમંદની પસંદગી અગાઉથી કરી તેમને ટોકન આપી દેવામાં આવતા હોય છે,જેથી વિતરણ સમયે કોઈ ધક્કામુક્કી નહિ કે ગેરવ્યવસ્થા નથી ખાસ કરીને કોઈને અસંતોષ નહિ.પોરબંદરના સુરજ પેલેસ  તેમજ હોટેલ બાલાજી પેલેસ બંને જગ્યાએથી આ રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી.આ એક રાશનકીટમાં પાંચ વ્યક્તિઓને આશરે સાત દિવસથી વધુ ચાલે તેવી ખાંડ,ગોળ ઘઉં,તેલ તથા ચણાદાળ સાથે બનાવેલ કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યુ હતુ.પી.ડી.જી.એમ.જે.એફ.લાયન હિરલબા જાડેજા,લાયન્સ કલબ પોરબંદર પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમાર,પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન એસ.કે.ગર્ગ, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લાયન નિરવભાઈ વાડોદરિયા તથા અન્ય લાયન મિત્રો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ તેમજ ઉપયોગી રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં મલ્ટીપલ ૩૨૩૨ના મલ્ટીપલ કાઉન્સિલ ટ્રેઝરર તથા પી.ડી.જી.એમ.જે.એફ. લાયન હિરલબા જાડેજા,લાયન્સ કલબ પોરબંદર પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમાર,સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી,રીજીયન ચેરપર્સન લાયન નિધિ શાહ મોઢવાડીયા,પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન એસ.કે.ગર્ગ, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લાયન નિરવભાઈ વાડોદરિયા, ડિસ્ટ્રિક્ટ હંગર પ્રોજેક્ટ ચેરમેન લાયન જયેન્દ્રભાઈ હાથી, હંગર પ્રોજેક્ટ ચેરમેન લાયન સુભાષભાઈ ઠકરાર,ડિસ્ટ્રિક્ટ કેબિનેટ જોઈન્ટ સેક્રેટરી લાયન કરશનભાઈ સલેટ,પી.ડી.જી.  લાયન વિનોદભાઈ દત્તાણી,લાયન કિશનભાઈ મલકાણ,લાયન કીર્તિભાઈ થાનકી,લાયન અજયભાઈ દત્તાણી,લાયન અશ્ર્વિનભાઈ ઠાકર, સિનિયર મોસ્ટ લાયન ડો.સુરેશ ગાંધી,લાયન વ્રજલાલ સામાણી,લાયન્સ કલબ પોરબંદર પ્રાઈડ પ્રેસિડેન્ટ લાયન સંજયભાઈ માળી, લાયન અનમોલભાઈ મોઢા,લાયન પ્રફુલ્લભાઈ મોઢા,પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પત્ની હીરાબેન મોઢવાડીયા, કવિયત્રી મંજુલાબેન બાપોદરા, અનિલભાઈ કારીયા, ડો. ભરતભાઈ ગઢવી, લાખણશીભાઈ ગોરાણીયા, તેમજ અન્ય લાયન મિત્રો સહિત પોરબંદરના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વ.ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટની ૫૫ થી વધુ પ્રકારની સેવાને પણ લાયન્સ કલબ પોરબંદર દ્વારા બિરદાવવામાં આવી હતી.હોટેલ બાલાજી પેલેસના સંચાલક લાયન હિતેશભાઈ થાનકી દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર વિનામુલ્યે સેવાઅર્થે વાપરવા આપ્યો હતો,જેનો લાયન્સ ક્લબ પોરબંદર આભાર વ્યક્ત કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application