જયારે 26/11ના મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો એ દરમિયાન રતન તાતાએ જે કામગીરી કરી હતી તેને જોતા એવું કહી શકાય કે તેઓ સામાન્ય માણસથી અલગ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા. જયારે આતંકવાદીઓ હોટેલ તાજ પર ગોળીઓ ચલાવી રહ્યા હતા તેની વચ્ચે તાતા ન માત્ર ત્યાં પહોંચ્યા પરંતુ મક્કમતાથી ત્યાં ઊભા રહ્યા. આતંકવાદી હુમલાના પીડિતોની મદદ માટે તેમણે જે કર્યું તે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે.
26 નવેમ્બર,2008ની સાંજે દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં પાકિસ્તાનના 10 આતંકીઓએ હુમલો કર્યો હતો. એ માત્ર હુમલો જ નહોતો પરંતુ એક રીતે આખા શહેરને 60 કલાક સુધી કબજે કરી લીધું હતું. પ્રખ્યાત તાજ હોટેલ એ જગ્યાઓમાંથી એક હતી જ્યાં આતંકવાદીઓએ 3 દિવસ સુધી તબાહી મચાવી હતી. તાજ હોટેલ રતન તાતાના દાદા જમશેદજી તાતાએ 1903માં બનાવી હતી. કારણકે તેમને જાતિવાદના કારણે મુંબઈમાં વોટ્સન્સ નામની હોટલમાં જતા અટકાવવામાં આવ્યા હતા. મુંબઈ હુમલા વખતે જ્યાં આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો તે છેલ્લી જગ્યા તાજ હોટલ હતી. મુંબઈ આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત થયા હતા. 10માંથી 9 આતંકવાદીઓ માયર્િ ગયા હતા. અજમલ કસાબ નામનો આતંકવાદી જીવતો પકડાયો હતો, જેને બાદમાં ફાંસી આપવામાં આવી હતી.
માત્ર 20 દિવસની અંદર તાતા દ્વારા એક નવા ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. જેનો હેતુ કર્મચારીઓને રાહત આપવાનો હતો. રતન તાતાએ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા 46 બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. દરેક માયર્િ ગયેલા કર્મચારીના પરિવારને 36 લાખથી 85 લાખ રૂપિયા સુધીનું વળતર સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં માયર્િ ગયેલા કર્મચારીઓના પરિવારના સભ્યને તેમના જીવન માટે દર મહિને કર્મચારીના છેલ્લા પગાર જેટલી રકમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
માત્ર તાજ હોટલના કર્મચારીઓને જ નહીં પરંતુ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા અન્ય લોકોને પણ વળતર આપવામાં આવ્યું હતું. જેમ કે રેલ્વે કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, ત્યાંથી પસાર થયેલા અને ઘટનાનો ભોગ બનેલા લોકો. આ તમામને 6 મહિના માટે દર મહિને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવી હતી.
3 દિવસ અને 3 રાત ત્યાં જ રોકાયા
રતન તાતાને તાજ હોટલ પર હુમલાની માહિતી મળતા જ તેઓ આતંકવાદીઓના ગોળીબારની ચિંતા કયર્િ વગર તરત જ ત્યાં પહોંચી ગયા હતા. એટલું જ નહીં, તેઓ 3 દિવસ અને 3 રાત ત્યાં જ રોકાયા. તે સમયે હોટલમાં સ્ટાફ સિવાય 300 જેટલા મહેમાનો હતા. દરેક વ્યક્તિ સલામત રહે તેની ખાતરી કરવા માટે તેમણે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMકિસાન દિવસ ભારતના અનાજના શૂરવીરોનો દિવસ
December 23, 2024 10:38 AMમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech