રતન ટાટાને બોલીવુડની ફિલ્મો પસંદ ન હતી, હવે તેમના જીવન પર બનશે મુવી

  • October 11, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝીના એમડી અને સીઈઓ પુનિત ગોયંકાએ કરી જાહેરાત, ફિલ્મનો નફો વંચિતો માટે વપરાશે

રતન ટાટાના મોતથી દેશવાસીઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. લોકો હજુ તેમની વિદાય પચાવી શકતા નથી જેના પરથી તેમના વ્યક્તિત્વનો ઔરા કેટલો મોટો છે તે સમજી શકાય. તેઓ હંમેશા સામાન્ય વર્ગના લોકો માટે વિચારતા હતા. તેમનું આ રીતે દુનિયાને વિદાય કરી દેવું એ દરેક માટે અસ્વીકાર્ય બની રહ્યુ છે. આ મહાન વ્યક્તિત્વ ધરાવતા બિઝનેસ ટાઈકુન રતન ટાટાને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવા માટે ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈસિસ લિમિટેડના એમડી અને સીઈઓ પુનિત ગોયંકાએ તેમની બાયોગ્રાફી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

રતન ટાટા વિશે વાત કરતા પુનિત ગોયંકાએ કહ્યું કે, "તેમની ફિલ્મ બનાવવાનો હેતુ લોકોને આ મહાન વ્યક્તિત્વ વિશે જણાવવાનો છે. જેમણે પોતાના ઉત્તમ કાર્યોથી લોકો પર ઊંડો અને સકારાત્મક પ્રભાવ નાખ્યો છે, ખાસ કરીને યુવાઓ પર."

ચેરમેન આર ગોપાલને કહ્યું કે, તેમના જવાથી દરેકને તકલીફ થઈ છે. ભારત હંમેશા તેમને યાદ કરશે. તેમની લાઈફ પર ઝી સ્ટુડિયોના બેનર હેઠળ ફિલ્મ બનાવશે. આશા છે કે આ મૂવી લોકો પર સકારાત્મક અસર પાડશે અને લાખો લોકોને તેમના પગલે ચાલવાની પ્રેરણા આપશે. જો કે આ પ્રોજેક્ટને ટાટા સંસ પાસેથી હજુ અપ્રુવ કરાવવાનો બાકી છે. આ ફિલ્મથી જે પણ પ્રોફિટ થશે તેનો ઉપયોગ જરૂરિયાતવાળાની મદદ માટે કરાશે. આ ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે કો પ્રોડ્યુસર તરીકે ઝી સ્ટુડિયો વિઓન સાથે કોલોબરેટ કરશે જેથી કરીને 190 દેશો સુધી પહોંચી શકે.

બીજી બાજુ ઝી સ્ટુડિયોઝના ચીફ બિઝનેસ ઓફિસર ઉમેશ બંસલે પણ રતન ટાટાને યાદ કર્યા અને આ પહેલની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, "રતન ટાટાએ દુનિયાભરમાં ઓળખ બનાવી છે. દેશના બ્રાન્ડ ઝી સ્ટુડિયોઝની આખી ટીમ ખુબ સન્માનિત મહેસૂસ કરી રહી છે કે આપણે આવા જીવન પર બાયોગ્રાફી/ડોક્યુમેન્ટરી બનાવવાના છીએ. જેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેવું નથી. ઝી સ્ટુડિયો તેમના યોગદાન અને સાચા વિવરણને બારીકાઈથી દેખાડશે. અમે તેને બનાવવામાં કોઈ કસર નહીં છોડીએ."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application