રતન તાતાના અંતિમ સંસ્કાર વરલીના સ્મશાન ગૃહમાં પારસી રિવાજ મુજબ કરવામાં આવશે. જ્યાં પારસી સમુદાયનો પ્રાર્થના હોલ છે. જોકે, આમાં દોખમેનાશિની પરંપરાનું પાલન કરવામાં આવશે નહીં. આ સ્મશાનગૃહમાં, પારસી-ઝોરોસ્ટ્રિયન સમુદાયના લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, જેમના સંબંધીઓ મલબાર હિલ્સમાં સ્થિત ટાવર ઑફ સાયલન્સ એટલે કે દખ્મામાં પરંપરાગત ધાર્મિક વિધિ દોખમેનાશિની માટે ગીધ માટે મૃતદેહો રાખતા નથી. 2022માં, તાતા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના પણ વર્લીના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર પણ ચચર્મિાં રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાતા ગ્રૂપ્ના ચેરમેન જેઆરડી તાતાને પણ પેરિસના પેરે લાચાઈસ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પાર્થિવ દેહને વરલીના પારસી સ્મશાનભૂમિમાં લાવવામાં આવશે. અહીં સૌપ્રથમ મૃતદેહને પ્રાર્થનાસભામાં રાખવામાં આવશે. પ્રાર્થનાસભામાં લગભગ 200 લોકો હાજર રહી શકે છે. લગભગ 45 મિનિટ સુધી પ્રાર્થના થશે. પ્રાર્થનાસભામાં પારસી પરંપરામાં ગેહ-સરનુ વાંચવામાં આવશે. પછી રતન તાતાના નશ્વર અવશેષોના મોં પર કપડાનો ટુકડો મૂકીને ’અહનવેતિ’નો આખો પહેલો પ્રકરણ વાંચવામાં આવશે. આ શાંતિ પ્રાર્થનાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, મૃતદેહને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં મૂકવામાં આવશે અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
મુંબઈ સહિત સમગ્ર દેશમાં ગીધની સંખ્યા ઘટી છે ત્યારે ડુંગરવાડીના દખામાં મહિનાઓ સુધી મૃતદેહો સડતા રહ્યા હતા. પછી પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની પરંપરાગત પદ્ધતિઓ બદલવા અંગે ચચર્િ શરૂ થઈ. મુંબઈના અગ્રણી પારસી પરિવારોએ ડિસ્પોઝલ ઑફ ડેડ વિથ ડિગ્નિટી માટે એક અભિયાન શરૂ કર્યું. બોમ્બે મ્યુનિસિપલ કમિશનર જમશેદ કાંગાએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો. આ જૂથે ટાવર ઓફ સાયલન્સને બદલે અંતિમ સંસ્કાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ લોકોએ ટાવર ઓફ સાયલન્સના 50 એકર વિસ્તારમાં દફનાવવા માટે જમીન માંગી હતી. બોમ્બે પારસી પંચાયતે તેનો વિરોધ કર્યો હતો. પરંતુ પરિવર્તન 80ના દાયકામાં શરૂ થયું.
જેઆરડી તાતાએ અગ્નિસંસ્કારની માગ કરી હતી
80ના દાયકામાં એક પ્રસંગ એવો આવ્યો જ્યારે તાતા ગ્રુપ્ના ચેરમેન જેઆરડી તાતા એ સ્વેચ્છાએ કે અજાણતાં દરમિયાનગીરી કરી. જ્યારે તેમના ભાઈ ડીઆરડી તાતાનું અવસાન થયું, ત્યારે તેમણે બોમ્બે મ્યુનિસિપલ કમિશનર જમશેદ કાંગાને અંતિમ સંસ્કાર માટે બોલાવ્યા. તે પોતાના ભાઈને દખ્મામાં રાખવા માંગતા ન હતા. તેમણે કંગા પાસેથી અંતિમ સંસ્કાર માટે આવા સ્મશાન ભૂમિની માંગ કરી, જ્યાં મહાનુભાવો તેમની અંતિમ વિદાય આપવા પહોંચી શકે. મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક જગ્યાઓ પર ચચર્િ કરી, અંતે દાદરના સ્મશાનને અંતિમ સંસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું. આ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને પારસી વિધિ સિવાય અન્ય રીતે અંતિમ સંસ્કાર કરનારાઓ માટે પ્રાર્થના હોલ બનાવવાનું નક્કી કર્યું. બે દાયકા સુધી આ અંગે ઘણી ચચર્િ થઈ હતી. બિન-પારસી માર્ગોને અનુસરનારાઓને પ્રાર્થના સભા માટે જગ્યા આપવામાં આવી ન હતી.
શું છે દોખમેનાશિની પરંપરા?
પારસી સમુદાયની જૂની પરંપરા મુજબ, મૃતદેહોને ડોખ્મા નામના સ્થળે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, જ્યાં મૃતદેહને ગીધ માટે છોડી દેવામાં આવે છે, જે મૃત શરીરને ખાય છે. પારસી ધર્મ અનુસાર આ પરંપરા શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે. જો કે, સમય જતાં પારસી સમુદાયના ઘણા લોકો આ પરંપરાને છોડી રહ્યા છે.પારસી સમુદાયની આ અંતિમ સંસ્કાર પરંપરા લગભગ 3 હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. આ હેઠળ, મૃતદેહને શુદ્ધિકરણ પછી ડોખ્મા અથવા ટાવર ઓફ સાયલન્સ પર રાખવામાં આવે છે. અહીં માંસાહારી પક્ષીઓ, ખાસ કરીને ગીધ તેને ખાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech