ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ રણવીર સિંહ અને જોની સિંસની એડને લઈને નેગેટિવ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આવી જાહેરાતો અપમાનજનક છે.તેને કહ્યું કે સેક્સયુઅલ પર્ફોમન્સને લઈને પ્રોડક્ટ પ્રમોટ કરતી એડ ટીવી ઈંડસ્ટ્રી માટે અપમાનજનક છે.
રશ્મિએ કહ્યું કે ટીવીવાળાનાં ચહેરા પર આ એક તમાચા સમાન છે.
ટેલિવિઝન સ્ટાર રશ્મિ દેસાઈએ રણવીપ સિંહ અને જોની સિંસની એડને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. સોમવારે બંનેએ ઈરેક્ટાઈટ ડિસફંક્શન પર એક જાહેરાત બહાર પાડીને સૌને ચોંકાવી દીધું છે. વીડિયોને ટેલીવિઝન સીરિયલ સ્ટાઈલમાં શૂટ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે એવા ટોપ ટેલિવિઝન શોનો મજાક ઊડાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. ઘણાં વર્ષો સુધી ટીવી ઈંડસ્ટ્રીમાં કામ કર્યા બાદ રશ્મિએ એક્ટર્સની આ એડને અપમાનજનક જણાવ્યું અને કહ્યું કે "ટીવીવાળાનાં ચહેરા પર આ એક તમાચા સમાન છે."
તેમણે પોતાના ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ એડ પોસ્ટ કરતાં કહ્યું કે મેં પોતાનું કામ રીજનલ ફિલ્મ ઈંડસ્ટ્રીથી શરૂ કર્યું અને પછી ટીવી ઈંડસ્ટ્રીમાં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. લોકો તેને નાની સ્ક્રીન કહે છે જ્યાં નોર્મલ લોકો ન્યૂઝ, ક્રિકેટ અને તમામ બોલીવૂડ ફિલ્મો સિવાય ઘણું બધું જુએ છે. આ રીલને જોયા બાદ મને લાગ્યું કે આ સંપૂર્ણ ટીવી ઈંડસ્ટ્રી અને તેમાં કામ કરનારા લોકોનું અપમાન છે.
" અમને હંમેશા નીચું બતાડવામાં આવે છે"
રશ્મિ બોલી કે અમને હંમેશા નીચું બતાડવામાં આવે છે અને એ જ રીતે બિહેવ કરવામાં આવે છે. સૌકોઈ મહેનત કરી રહ્યું છે પણ આઈ એમ સોરી...ટીવી શો પર બધું નથી દેખાડવામાં આવતું. આવું બધું મોટી સ્ક્રીન પર થાય છે અને કેટલીક વાસ્તવિકતા દેખાડવામાં કંઈ ખોટું નથી પણ વાસ્તવમાં તો આ સમગ્ર ટીવી ઉદ્યોગ માટે એક તમાચો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના બર્થરાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવાના નિર્ણયથી ભારતીય મહિલાઓ સમય પહેલા બાળકોને જન્મ દેવા આતુર
January 23, 2025 05:40 PMબિઅંત સિંહની જેમ બોમ્બથી ઉડાવી દઈશ... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પંજાબના સીએમ ભગવંત માનને ધમકી આપી
January 23, 2025 05:40 PMભારતમાં અઘોરી સાધના માટે આ 5 મુખ્ય સ્થળો છે,જ્યાં અધોરી સાધુ સાધના કરી વિદ્યા પ્રાપ્ત કરે છે
January 23, 2025 05:23 PMશંકરાચાર્ય જનરલ હોસ્પીટલ વરવાળામાં ૧૦૦ દિવસની ટીબી નિર્મુલન ઝુંબેશનો પ્રારંભ
January 23, 2025 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech