રાશી ખન્નાએ ટ્રાન્સફોર્મેશન કરી મેળવ્યો હોટ લૂક

  • February 29, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'ગેસ ટેન્કર' કહીને ડાયરેક્ટર્સ રિજેક્ટ કરતા તે અભિનેત્રી ફિલ્મ ‘યોદ્ધા’ માં  મોટા પડદા પર ધૂમ મચાવશે 


તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોથી દક્ષિણમાં ધૂમ મચાવનાર રાશી ખન્ના હવે મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે.  આ તેની બીજી હિન્દી ફિલ્મ છે. વર્ષ 2013માં અભિનેત્રી રાશિ ખન્ના જોન અબ્રાહમ અને નરગીસ ફખરીની ફિલ્મ ‘મદ્રાસ કેફે’માં જોવા મળી હતી. આ ફિલ્મ સરેરાશ બોક્સ ઓફિસ પરફોર્મર હતી. પોતાની ડેબ્યુ ફિલ્મથી બોલિવૂડમાં કોઈ ખાસ ઓળખ બનાવી ન શકયા બાદ રાશિ ખન્નાએ સાઉથની ફિલ્મો તરફ વળી હતી.

અભિનેત્રીએ વર્ષ 2014માં ફિલ્મ ‘મનમ’થી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને ત્યાં તેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો. જો કે, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની ઘણી ફિલ્મો બેક ટુ બેક ફ્લોપ થઈ હતી જેના કારણે તેને કામ મળતું બંધ થઈ ગયું હતું. અભિનેત્રીએ બોલિવૂડ બબલને આપેલા તેના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે સાઉથમાં ઘણીવાર એક-બે ફિલ્મો ફ્લોપ થવાને કારણે કામ અટકી જાય છે.

 એક ઈન્ટરવ્યુમાં રાશિ ખન્નાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં રિજેક્શન અને બોડી શેમિંગ વિશે પણ વાત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતના તબક્કામાં તેને તેના વજનના કારણે ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ દિગ્દર્શકો તેને ‘ઓવરવેઈટ’ અને ‘ગેસ ટેન્કર’ જેવા નામોથી બોલાવતા અને કોઈ પણ ઓડિશન લીધા વિના તેને સીધી જ રિજેક્ટ કરી દેતા હતા.

ઈન્ડસ્ટ્રીમાં કામ ન મળતા અને તેના વજનને કારણે ટોણા માર્યા પછી રાશિ ખન્નાએ તેની ફિટનેસ પર ઘણું કામ કર્યું અને તેના અદ્ભુત ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા. વર્ષ 2014 થી 2021 સુધી સાઉથની ફિલ્મોમાં કામ કર્યા બાદ રાશિ ખન્નાએ વર્ષ 2022માં ફરી એકવાર હિન્દી ફિલ્મો તરફ વળી, પરંતુ આ વખતે તેણે સિલ્વર સ્ક્રીનને બદલે ઓટીટી પસંદ કર્યું.

વર્ષ 2022માં રાશિ ખન્નાએ અજય દેવગનની થ્રિલર વેબ સિરીઝ ‘રુદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસ’ સાથે હિન્દી અને ઓટીટી ડેબ્યૂમાં પુનરાગમન કર્યું. અજય દેવગનની આ સિરીઝમાં અભિનેત્રીના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, જે પછી તેના માટે બોલિવૂડમાં નવી તકો ખુલી હતી.

‘રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ’માં તેના અભિનય માટે બધાની વાહવાહી જીત્યા બાદ રાશિ ખન્ના શાહિદ કપૂરની વેબ સિરીઝ ‘ફર્જી’માં જોવા મળી હતી. રાશિ ખન્ના ‘ફર્ઝી’ અને ‘રુદ્ર’માં તેના શાનદાર અભિનયથી હિન્દી દર્શકો પર તેની અસર છોડવામાં સફળ રહી હતી. 

રાશિ ખન્ના 15 માર્ચે રિલીઝ થનારી ફિલ્મ ‘યોદ્ધા’થી બોલિવૂડમાં લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરવા જઈ રહી છે. રાશિ 2013માં આવેલી ફિલ્મ ‘મદ્રાસ કેફે’માં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. તેની સાથે દિશા પટણી પણ આગામી ફિલ્મ ‘યોદ્ધા’માં મહત્વના રોલમાં જોવા મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application