માનવ શરીરમાં ખાસ કરીને મગજમાં માઇક્રોપ્લાસ્ટિક્સનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ વધારો ગંભીર સ્વાસ્થ્ય જોખમ તરફ ઈશારો કરે છે. મગજમાં લીવર અને કિડની કરતાં ઘણી વધારે માત્રામાં સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણો એકઠા થઈ રહ્યા છે. પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ નેચર મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ માહિતી પ્રકાશમાં આવી છે.
માઇક્રોપ્લાસ્ટિક્સ મગજના મૂળભૂત માળખામાં પરિવર્તન લાવી રહ્યા હોવાથી, હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અને મૃત્યુનું જોખમ 4.5 ગણું વધી જાય છે. અભ્યાસ મુજબ, ૧૯૯૭ અને ૨૦૨૪ વચ્ચે હાથ ધરાયેલા અનેક પોસ્ટમોર્ટમ દરમિયાન મગજના પેશીઓમાં સૂક્ષ્મ અને નેનો પ્લાસ્ટિકના સ્તરમાં વધારો જોવા મળ્યો હતો. તેવી જ રીતે, લીવર અને કિડનીના પેશીઓમાં પણ સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણો મળી આવ્યા હતા. લીવર, કિડની અને મગજના નમૂનાઓનું વિશ્લેષણ કરવા માટે આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ ૫૨ મગજના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં ૨૦૧૬ના ૨૮ નમૂના અને ૨૦૨૪ના ૨૪ નમૂનાનો સમાવેશ થાય છે. બધા નમૂનાઓમાં પ્લાસ્ટિકની હાજરીના પુરાવા મળ્યા છે.
સંશોધનમાં માનવ રક્ત, માતાના દૂધ, પ્લેસેન્ટા અને શરીરના અન્ય ભાગોમાં માઇક્રોપ્લાસ્ટિક્સના પુરાવા પણ મળ્યા છે. જોકે, આ સૂક્ષ્મ કણો સ્વાસ્થ્યને કેટલી હદે અસર કરી શકે છે તે નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. છતાં વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસોએ ચેતવણી આપી છે કે માઇક્રોપ્લાસ્ટિક્સ માનવ સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો બની રહ્યા છે. આ તાજેતરના અભ્યાસના પરિણામો દર્શાવે છે કે પ્લાસ્ટિક પ્રદૂષણની અસર વધુ ગંભીર બની રહી છે. છેલ્લા પાંચ દાયકામાં પ્લાસ્ટિક પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગયું છે. ઊંચા પર્વતોથી લઈને સમુદ્રના ઊંડાણ સુધી, પૃથ્વીનો ભાગ્યે જ કોઈ ખૂણો એવો હશે જ્યાં પ્લાસ્ટિક ન પહોંચ્યું હોય.
સ્વસ્થ લોકોની સરખામણીમાં ડિમેન્શિયાના દર્દીઓના મગજમાં માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરી ઘણી વધારે જોવા મળી છે. આ સામાન્ય લોકો કરતા છ ગણું વધારે હતું. વૈજ્ઞાનિકો માને છે કે ડિમેન્શિયાને કારણે ચેતાકોષીય બગાડ માઇક્રોપ્લાસ્ટિક્સના સ્તરમાં વધારો કરી શકે છે. જોકે, તે સ્પષ્ટ નથી કે માઇક્રોપ્લાસ્ટિક્સ ડિમેન્શિયાનું કારણ બને છે કે નહીં.
2016માં એકત્રિત કરાયેલા લીવર અને કિડનીના નમૂનાઓમાં પ્લાસ્ટિકનું પ્રમાણ લગભગ સમાન હતું, પરંતુ મગજમાં તે ઘણું વધારે હતું. 2016 કરતાં 2024માં લીવર અને મગજના નમૂનાઓમાં વધુ બારીક પ્લાસ્ટિક કણો મળી આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ આ તારણોની સરખામણી ૧૯૯૭ અને ૨૦૧૩ વચ્ચે લેવામાં આવેલા મગજના પેશીઓ સાથે કરી અને જાણવા મળ્યું કે તાજેતરના વર્ષોમાં માઇક્રોપ્લાસ્ટિકનું સ્તર ઝડપથી વધ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech