કોન્ટ્રાકટરની પત્ની પર કુકર્મ આચર્યાની ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદથી ચકચાર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
જામનગર પીજીવીસીએલના પુર્વ અધિકારીએ કોન્ટ્રાકટરની પત્ની પર નજર બગાડી છેડતી તથા દુષ્કર્મ આચર્યાની ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે, હાલ આરોપી રાજકોટ પીજીવીસીએલ વિભાગની કચેરીમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે, ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર પીજીવીસીએલના એક કોન્ટ્રાકટર ગત વર્ષોમાં કોઇ ગુનામાં જેલમાં ગયા હતા એ દરમ્યાન તેમના પત્ની જામનગર સ્થીત પીજીવીસીએલ કચેરીમાં આસી. સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણાના સંપર્કમાં આવ્યા હતા. એ દરમ્યાન પીજીવીસીએલના અધિકારીએ તેમની સાથે પરિચર કેળવીને નજર બગાડી હતી.
જામનગરમાં જે તે સમયે ફરજ બજાવતા પીજીવીસીએલના અધિકારી હિતેન્દ્રસિંહના સંપર્કમાં આવ્યા બાદ તેણીની છેડતી અને ધ્રોલ વિસ્તારના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. દરમ્યાનમાં આ મામલો ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે અને કોન્ટ્રાકટરના પત્ની-ભોગ બનનાર દ્વારા પીજીવીસીએલના અધિકારી હિતેન્દ્રસિંહ રાણાની વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર જાગી છે.
વધુમા જાણવા મળ્યા મુજબ ૨૦૨૧ થી ૨૦૨૪ના સમયગાળા દરમ્યાન ફરીયાદી પર છેડતી અને દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનું જણાવાયું છે, ઉલ્લેખનીય છે કે આરોપી હિતેન્દ્રસિંહ અગાઉ જામનગર પીજીવીસીએલ કચેરીમાં આસી. સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ રાજકોટ ખાતે ફરજ બજાવી રહયા છે. ફરીયાદના આધારે ધ્રોલના પીઆઇ રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરવા સહિતની તજવીજ ચલાવવામાં આવી રહી છે, ફરીયાદના અનુસંધાને પીજીવીસીએલ કચેરી વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીર ગઢડામાં માનવભક્ષી દીપડાએ ઘરમાં ઘૂસી બે વ્યક્તિ પર હુમલો કર્યો, એકનું મોત, વન વિભાગની ટીમ દોડી
January 19, 2025 10:50 AMવિયેતનામના દરિયાકાંઠે નવા દરિયાઈ જીવની શોધ, શું કહ્યું સંશોધકોએ જાણો વિગતવાર
January 18, 2025 09:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech