જૂનાગઢ પંથકની યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટમાં કો–ઓપ.મંડળીના ચેરમેનનું દુષ્કર્મ

  • February 13, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ પંથકની યુવતી પર રાજકોટમાં મેસન કલબ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીના ચેરમેન દ્રારા વારંવાર દુષ્કર્મ આચર્યામાં આવ્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.યુવતીની જાણ બહાર તેની પાસે આરોપીએ મૈત્રી કરાર પર સહી કરાવી લીધાનો અને યુવતી અન્યત્ર નોકરી પર રહેતા ત્યાંથી તેને કઢાવી મૂકયાનો પણ યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યેા છે.
જૂનાગઢ પંથકના એક ગામમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના રૈયા રોડ પરની વૈશાલીનગર સોસાયટીમાં આવેલ મેસન કલબ ક્રેડિટ કો–ઓપ. સોસાયટીના ચેરમેન પરાગ અનિલભાઈ સોલંકી (ઉ.વ ૪૫)નું નામ આપ્યું છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે બીકોમ સુધી અભ્યાસ કર્યેા છે. અગાઉ ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીમાં નોકરી કરતી હતી. એક વખત ધાર્મિક પ્રસંગે રાજકોટમાં સંબંધીને ત્યાં આવી હતી ત્યારે પરિચીત મહિલાને નોકરીની વાત કરી હતી. જેથી તે મહિલાએ પરાગ સોલંકીને વાત કરી હતી. બાદમાં પરાગની ઓફિસમાં ઈન્ટરવ્યુ દેતાં તેણે ા.૮ હજારનો પગાર નકકી કર્યેા હતો. સાથો–સાથ ૧૧ માસના કરાર પર લોન એકઝિકયુટીવ તરીકે નોકરી પર રાખી હતી. બાદમાં યુવતી રાજકોટમાં પીજી તરીકે રહેવા આવી ગઈ હતી. તેને આરોપી જુદી–જુદી કામગીરી સોંપતો હતો. ધીરે–ધીરે આરોપીએ મિત્રતા કેળવી કહ્યું હતું કે તું ખુબ જ હોંશિયાર છો, મારે જુનાગઢમાં મંડળીની બીજી ઓફિસ ચાલુ કરવી છે, જેમાં તને ૫૦ ટકા હિસ્સો આપીશ, તું મને ગમે છે, મારે તારી સાથે લ કરવા છે, મારે મારા પત્ની સાથે ઝઘડા ચાલે છે, તેને છૂટાછેડા આપી આપણે લ કરી લેશું.
જોકે યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી. એક દિવસ આરોપી મકાનમાં ભાડા કરારની જરૂર છે તેમ કહી કોઈ વકિલ–નોટરી પાસે લઈ ગયો હતો. જયાં તેની પાસે સહી કરાવી હતી. બાદમાં આરોપીએ તેને એવું કહ્યું હતું કે આપણે ભાડા કરાર નહીં પરંતુ મૈત્રી કરાર કર્યા છે. ત્યાર પછી આરોપી કાલાવડ રોડ ખાતે બેલવ્યુ રીસોર્ટ ફલેટમાં લઈ ગયો હતો. જયાં તેની મરજી વિધ્ધ શારીરિક સંબધં બાંધ્યો હતો. આરોપી તેનો બોસ હોવાથી નોકરીમાંથી કાઢી મુકશે તેવા ડરથી કોઈને આ બાબતે જાણ કરી ન હતી. આ પછી આરોપીએ તેને મંડળીમાં બેસાડી મંડળી સિવાયનું બીજું કામ પણ બતાવી વૈશાલીનગરમાં આવેલા તેના મકાનમાં લઈ જઈ ત્યાં પણ શારીરિક સંબધં બાંધ્યો હતો.
થોડા દિવસો બાદ તેને ખબર પડી હતી કે, આરોપીની બીજી મંડળી મનીધારા સોસાયટી ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોર્પેારેટ લીમીટેડમાં આવેલી છે. જયાં પણ આરોપીએ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબધં બાંધ્યા છે. આ વાત આરોપીને કરતાં ગુસ્સે થઈ તેને બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. આખરે ર૦ર૩ના જાન્યુઆરી માસમાં તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.
બાદમાં પોતાના વતન જતી રહી હતી. બીજી નોકરી ન હોવાથી ફરીથી રાજકોટ આવી આરોપીના પર્સનલ કામ કરવાનું શ કયુ હતું. જે કામ ૬ મહિના તેણે કયુ હતું. તે દરમિયાન પણ આરોપીએ અવાર–નવાર તેની મરજી વિધ્ધ શારીરિક સંબધં બાંધ્યો હતો. એટલું જ નહીં આરોપી અવાર–નવાર ધમકી આપતો હોવાથી કંટાળીને નવી નોકરી માટે અરજી કરી હતી.
એક ઈન્શ્યોરન્સ કંપનીમાં નોકરી મળી જતાં આરોપીએ ત્યાના સિનિયર અધિકારીને કોલ કરી તેને નોકરીમાંથી કઢાવવાના પ્રયત્નો કર્યા હતા. જે બાબતે આરોપી વિધ્ધ ગાંધીગ્રામ–ર પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં આરોપીએ તેને ફોસલાવીને સમાધાન કરી લીધું હતું. નોકરીમાં તેણે આરોપીની મંડળીનું અનુભવનું સર્ટીફિકેટ રજૂ કયુ હતું. આરોપીએ તેની કંપનીમાં પોતે આ સર્ટીફિકેટ નહીં આપ્યાનું કહી નોકરીમાંથી કઢાવી નાખી હતી. ત્યાર પછી આરોપીએ તેને કહ્યું કે તારે હત્પં કહત્પં એટલું જ કામ કરવાનું છે. જે બાબતે પરાગ સાથે ફોનમાં ઝઘડો થયા બાદ યુવતીએ પરિવારજનોને આપવીતી કહી હતી.બાદમાં આ મામલે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પરાગ સોલંકી વિધ્ધ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application