જામનગરમાં દુષ્કર્મ આચરનાર કપાતરે જેલમાં આપઘાતનો પ્રયાસ કર્યો

  • May 12, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દોરી વડે ફાંસો ખાવાની કોશિષ : જાપ્તા સાથે સારવારમાં ખસેડાયો

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં અઠવાડીયા પુર્વે જનેતા પર દુષ્કર્મ આચરનાર પાપી પુત્રને પોલીસે ઝડપી લીધો હતો અને જરુરી કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવ્યો હતો દરમ્યાનમાં ગઇકાલે જેલમાં દોરી વડે ફાંસો ખાવાની કોશિષ કરતા પોલીસ જાપ્તા વચ્ચે સારવરમાં લાવવામાં આવ્યો હતો.
જામનગરના નવાગામ ઘેડ સ્લમ એરીયામાં આશરે અઠવાડીયા પહેલા રાત્રીના સમયે માતા પર નજર બગાડીને નશાખોર કપાતર પુત્રએ દુષ્કર્મ ગુજાર્યુ હતું, દરમ્યાનમાં મામલો પોલીસ મથકે પહોચ્યો હતો અને સીટી-બીમાં ફરીયાદ દાખલ થતા પોલીસે આરોપી નરાધમ કપુતની ધરપકડ કરી હતી, જયારે ભોગ બનનારની મેડીકલ તપાસણી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાક્ષસી કૃત્ય આચરનાર નરાધમ કપાતરને પકડીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પુછપરછ કરતા નરાધમે નશામાં એટલો ચકચુર હતો કે નવાગામ ઘેડ પહોચ્યા પછી યાદ નથી એવું રટણ કરતા પોલીસ દ્વારા આગવી ઢબે કાર્યવાહી અને પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.
આરોપી કપુતે ગઇકાલે જેલમાં કોઇ દોરી વડે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા જેલ તંત્રમાં દોડધામ મચી હતી અને પોલીસ જાપ્તા વચ્ચે તાબડતોબ આરોપીને જામનગરની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application