ચૂંટણી આચાર સંહિતા જાહેર થયાં બાદ પણ પ્રમુખના પતિ ચૅમ્બર ખોલાવીને કામ કરતાં હોવાની ડીડીઓને ફરિયાદ
જામનગર જિલ્લા પંચાયત અવાર નવાર વિવાદના વમળમાં ફસાઈ જાય છે. હાલમાં તો પંચાયતના પ્રમુખના પતિ પણ વિવાદમાં સપડાયા છે. તા.ર૬મી જાન્યુ.ના રોજ પ્રમુખના બદલે તેમના પતિએ ભાષણ કર્યા બાદ વિવાદ થયો હતો. ચૂંટણીની આચાર સંહિતા જાહેર થઈ છે ત્યારે હજુ પણ પ્રમુખના પતિદેવ સહિતના કેટલાંક લોકો પોતાની ચૅમ્બર ખોલાવીને રાજકીય ગતીવિધિઓ અને ચર્ચા-વિચારણા કરતાં હોવાની વાતો બહાર આવવા પામી છે.
લોકસભાની ચૂંટણી જાહેર થઈ કે તરત જ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન અને પંચાયતના પદાધિકારીઓના વાહનો પણ રિક્વિઝેટ કરી લેવામાં આવ્યા છે, રાજકીય પ્રતિક-ફોટા હટાવાયા છે. કેટલાંક સભ્યોનો આરોપ હતો કે, આચાર સંહિતા બાદ પણ જિલ્લા પંચાયતના પ્રમુખની ઑફિસ રાત્રિના ૮ વાગ્યા સુધી ખૂલ્લી હતી અને કેટલાંક રાજકીય ચર્ચા કરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
ડીડીઓ દ્વારા પંચાયત પ્રમુખ અને અન્ય કારોબારીઓના ચેરમેનને આચાર સંહિતાનો કડક અમલ કરવા તેમજ મીટીંગો માટે પદાધિકારીઓને ચેમ્બરનો ઉપયોગ ન કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે અને આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરાયો છે છતાં પણ કેટલીક ચેમ્બરોનો દૂરુપયોગ થતો હોવાની રાવ ડીડીઓ વિકલ્પ ભારદ્વાજને કરી છે. જો કે, પ્રમુખ સહિતના અન્ય પદાધિકારીઓની ગાડી રિક્વિઝેટ કરી લેવાઈ છે. કોર્પો.માં પણ મેયર, ડે.મેયર, ચેરમેન અને પક્ષના નેતાની ગાડીઓ પણ લઈ લેવાઈ છે.
જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે ફરીથી જણાવાયું હતું કે, આચાર સંહિતાનો અમલ કરાવવા માટે ટીમોની રચના કરી છે. પ૦ હજારથી વધુની રકમ કોઈ પાસેથી નીકળશે તો તેઓએ તેના પુરાવા આપવાના રહેશે. ઉપરાંત હજુ તો કાર્યાલયો તમામ ખૂલ્યા નથી, ત્યારે ઉમેદવાર દ્વારા કરાતા ખર્ચા અંગે પણ ચૂંટણી પંચની બાજ નજર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત હથિયાર ધારકોએ પણ એમના હથિયાર પાંચ દિવસમાં જમા કરાવી દેવા જાહેરનામું બહાર પાડી દેવાયું છે.
આમ જામનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો કડક અમલ થાય તે માટે વહિવટી તંત્ર દ્વારા મક્કમ પગલાં લેવાવાનું શરુ કરી દેવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech