પોર્ન સ્ટાર સાથે જાહેરાતનું શુટિંગ કરતા રણવીર જબરો ટ્રોલ થયો

  • February 13, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક્ટર રણવીર સિંહ એક એડમાં પોર્નસ્ટાર જોની સિન્સ સાથે દેખાતાં લોકોએ તેને ફટકાર લગાવી હતી.આ વીડિયોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ એડ સેક્સ સંબંધી સમસ્યાઓ માટે બનેલી દવાઓ માટે તૈયાર કરવામાં આવી છે, તેને સીરિયલમાં જોવા મળતા ડ્રામેટિક સીનની જેમ શૂટ કરવામાં આવી છે. ખુદ અભિનેતા રણવીર સિંહે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને લોકો તરફથી ઘણા રિએક્શન મળી રહ્યા છે.લોકો અભિનેતા ઓ સાથે એટલા બધા એકરૂપ થયી જાય કે તેમની વાતોને સહજતાથી લેવાને બદલે ભડકે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

એક તરફ જાહેરાતમાં જોની સિન્સને જોઇને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે તો બીજી તરફ કેટલાક લોકો ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે જોની ભાઈ અહીંથી ભાગી જાય નહીંતર રણવીરને બગાડી નાખશે. એકે લખ્યું કે અરે મને વિશ્વાસ નથી થતો, રણવીર સિંહ તેની સાથે એક એડ કરી રહ્યો છે. એકે લખ્યું હતું કે એને ઓસ્કાર અપાવ, યાર, એટલે અદ્ભુત અભિનય અને સ્ક્રીપ્ટિંગ થયું છે. એકે લખ્યું કે કોઈએ આ દફનાવેલ વિષય પર વાત કરવાની હિંમત બતાવી છે, હું તેની કદર કરું છું. બીજાએ લખ્યું, "રણવીર ભાઈ, આપ યે કિસ લાઇન મેં આ ગયે."






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application