દોઢ મહીનામાં તુટેલી દિવાલ રિપેર થઇ જશે: તળાવમાં ટનબંધ માટી નાખીને ટ્રેક બનાવવાની કામગીરી પણ શ: તળાવની સંગ્રહ ક્ષમતા 133 કરોડ લીટર પાણી વધશે
જામનગરની મઘ્યમાં આવેલ નયનરમ્ય રણમલ તળાવ ભાગ-2ને વિકસાવવા માટે ા.33 કરોડના ખર્ચે પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે અને આ કામગીરી પણ શ કરી દેવામાં આવી છે, અનેકવિધ વિશેષતા સાથે કામ શ થયું છે, એટલું જ નહીં તુટી ગયેલી દિવાલ પણ રીપેર કરવા માટે ા.1.10 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને એ કામ પણ શ થયું છે અને દોઢ માસના ગાળામાં કામ પૂર્ણ થઇ જશે. હાલમાં તો રણમલ તળાવમાંથી માટી ઉલેચવાને બદલે ટનબંધ નવી માટી નાખવામાં આવી રહી છે, રહેણાંક વિસ્તાર છે તેથી બ્લાસ્ટીંગ થઇ શકે તેમ નથી તેવું કારણ પણ જણાવાયું છે. જો કે તળાવ ઉંડુ ઉતારવા માટેનો પ્રોજેકટ બને તો તળાવની સંગ્રહ ક્ષમતા 133 કરોડ લીટર પાણીની વધી જશે.
પ્રોજેકટ પ્લાનીંગ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર રાજીવ જાનીએ જણાવ્યું હતું કે, ા.33 કરોડના ખર્ચે તળાવ પાર્ટ-2 બની રહ્યો છે, જેમાં મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, સીટી ઇજનેર ભાવેશ જાનીના નેજા હેઠળ કામ શ થયું છે, હાલમાં તળાવની ફરતે પાથ-વે માટે ફીલીંગ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેકટ આશરે બે વર્ષ સુધી ચાલે તેવી શકયતા છે જેમાં વોકીંગ ટ્રેક, પાથ-વે, સાયકલ ટ્રેક, ઝખા સહિતની અનેક સુવિધાઓ રહેશે. બીજી તરફ આગામી દિવસોમાં વોકીંગ ટ્રેકનું રિનોવેટનું કામ પણ ચાલું થઇ જશે જે ચોમાસા પહેલા પૂર્ણ થઇ જવાની ધારણા છે.
પાણીના કારણે દિવાલ તુટી ગઇ હતી તે દિવાલનું રીપેરીંગ કરવા માટે ા.1.10 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને દોઢ મહીનામાં આ કામગીરી પુરી કરી દેવામાં આવશે. જામરણજીતસિંહજીના સ્ટેચ્યુ સામે તળાવની અંદરની દિવાલ ગયા ચોમાસામાં પાણીના પ્રવાહના કારણે તુટી ગઇ હતી ત્યાં પથ્થરની દિવાલને બદલે આરસીસીની દિવાલ બનાવાશે, લગભગ 100 મીટર દિવાલ એ સમયે ક્ષતિગ્રસ્ત થઇ હતી.
ગેઇટ નં.6 પાસે અને આંબેડકર ગાર્ડન પાસે પણ બે દિવાલ બનાવવાની કામગીરી શ થઇ ગઇ છે, ખાસ કરીને ા.33 કરોડના ખર્ચે રણમલ તળાવ ભાગ-2 ડેવલપ કરવામાં આવી રહ્યો છે, જોલીબંગલો, દિ.પ્લોટ, સુમેર કલબ રોડ, મીગ કોલોની, ગર્વમેન્ટ કોલોની પાછળથી જુના આરટીઓ થઇ તળાવના ચબુતરા સુધીના બે કિ.મી. પરીઘમાં વોકીંગ, જોકીંગ, ટ્રેકીંગ, સાયકલીંગ ટ્રેક પણ બનાવવામાં આવશે. જો કે તળાવમાંથી અંદરની માટી લઇને ટ્રેકમાં વાપરવી જોઇએ, પરંતુ રહેણાંક વિસ્તાર હોવાથી બ્લાસ્ટીંગ થઇ શકે તેમ નથી તેવો બચાવ કરવામાં આવ્યો છે, હાલ તો જેસીબી જેવા સાધનોને તળાવમાં ઉતારીને માટી ઉલેચવામાં આવે છે, જો કે આનાથી 133 કરોડ લીટર પાણીનો સંગ્રહ પણ થઇ શકશે.
આ ઉપરાંત શહેરના મીગ કોલોની, રણજીતનગર, કૃષ્ણનગર, ગુદ્વારા, ગર્વમેન્ટ કોલોની, પત્રકાર કોલોની સહિતના વિસ્તારોમાં વધુ સમય સુધી પાણી મળી રહે તે માટે હજારો બોર આવેલા છે એટલે તંત્ર દ્વારા આ બોર ઝડપથી સજીવન થાય તે માટે પણ વ્યવસ્થા કરવી જોઇએ તેમ જણાવાયું છે.
રણમલ તળાવ ભાગ-2 ઝડપભેર પુરો કરાશે: ચેરમેન કગથરા
જામનગરની મઘ્યમાં આવેલ રણમલ તળાવમાં હવે ભાગ-2નો પ્રોજેકટ શ કરવામાં આવ્યો છે, આ પ્રોજેકટ જેમ બને તેમ ઝડપથી પુરો કરાશે અને કામની ગુણવતા પણ જાળવવામાં આવશે તે માટે સતત ચેકીંગ કરાશે, લોકોને વોકીંગ, જોગીંગ અને સાયકલીંગ ટ્રેકનો લાભ મળશે, આ બીજા ભાગમાં ા.33 કરોડનો ખર્ચ સ્ટે.કમીટીએ પાસ કર્યો છે, 1798 મીટર જોગીંગ ટ્રેક, 1806 મીટર સાયકલ ટ્રેક બનાવવામાં આવશે અને આ કામ જેમ બને તેમ વધુ ઝડપથી પુ કરવામાં આવશે તેમ સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech