બૉલિવૂડના અનેક અભિનેતાઓ, રિલાયન્સ પરિવારના મહેમાન બનવાના છે, ઘણાબધા કલાકારો આગમન થયાં બાદ બોલ્યા વગર સીધા કારમાં બેસી જાય છે પરંતુ રાની મુખર્જીએ અનોખા અંદાજમાં ઉપસ્થિત તમામ લોકોને વ્યવસ્થિત પૉઝ આપીને ગુજરાતીમાં એમ પૂછ્યું હતું કે, ‘મજામાં છો..’ રાનીની આ અદા જોઈને બધા ફીદા-ફીદા થઈ ગયાં હતાં.
***
કેટલાક ફિલ્મ સ્ટારોએ ફોટા નહીં પડાવવાની શરત રાખી
રિલાયન્સના મહેમાનોમાં બોલીવુડના ખ્યાતનામ અભીનેતાઓ અને અભિનેત્રીઓનો સમાવેશ છે, ઘણા બધા ફિલ્મ સ્ટારો રાબેતા મુજબ એરપોર્ટની બહાર આવે છે અને ઉપસ્થિત મીડીયા મેનોને પોઝ આપે છે, પરંતુ કેટલાક મહેમાનો એવા પણ છે જેણે ફોટોગ્રાફી નહીં કરાવવાની શરત રાખી હોવાથી એવા મહેમાનોને એરપોર્ટની બરાબર પાસેના ગેઇટમાંથી કાર મારફત બહાર લાવવામાં આવે છે.
***
રોલ્સ રોયની લઇને ઓડી, મર્સીડીઝથી લઇને લીમોઝીન કાર મહેમાનો માટે તૈયાર
રિલાયન્સ પરીવારના આંગણે દેશ-વિદેશના દિગ્ગજ મહેમાનો આવ્યા છે, ગઇકાલે ઘણા બધા મહેમાનો આવી ગયા અને આજના દિવસે પણ મહેમાનો આવશે, એક અહેવાલ મુજબ ખાસ મહેમાનો માટે જ રિલાયન્સ દ્વારા ૧ હજારથી વધુ વીઆઇપી કારોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રોલ્સ રોયની લઇને ઓડી અને મર્સીડીઝથી લઇને લીમોઝીન કાર સુધીનો સમાવેશ છે.
***
જાણે ઇન્ટરનેશનલ બની ગયું જામનગરનું એરપોર્ટ
૬ માર્ચ સુધી ૧૫૦ જેટલી ફલાઇટોનું આવનજાવન થશે: આજથી ફલાઇટો વધશે
રિલાયન્સ પરીવારની પ્રિ-વેડીંગ સેરેમનીમાં દેશ અને દુનિયાની ખ્યાતનામ હસ્તીઓના આગમન થઇ રહ્યા છે, તબકકાવાર જુદી-જુદી ફલાઇટોમાં મહેમાન આવી રહ્યા છે, જેના કારણે જામનગરનું વિમાની મથક જાણે ઇન્ટરનેશનલ ટર્મીનલ બની ગયું હોય એવી સ્થિતિ સર્જાઇ છે, આજથી લગભગ છ માર્ચ સુધી અંદાજે ૧૫૦ જેટલી ફલાઇટો આવનજાવન કરશે અને તેમાં એરબસ તથા બોઇંગનો પણ સમાવેશ છે.
***
આકાશ અંબાણીનું ગઇકાલે થયું આગમન
મુકેશ અંબાણીના જયેષ્ઠ પુત્ર અને અનંત અંબાણીના મોટા ભાઇ આકાશ અંબાણીનું ગઇકાલે જામનગરના વિમાની મથકે આગમન થયું હતું, આછા પીળા કલરના શર્ટ અને વ્હાઇટ પેન્ટમાં ખુબ સરળતાથી બહાર આવીને આકાશ કારમાં બેસી ખાવડી તરફ રવાના થયા હતાં. એમની સાથે પરીવારના ખાસ મહેમાનો પણ હતાં.
***
ઝહીરખાન, ડીજે બ્રાવો, ઇશાન કિશન, સૂર્યકુમાર, સાઇના નેહવાલ પહોંચ્યા જામનગર
જામનગરના મોટી ખાવડી ખાતે અનંત-રાધિકાના પ્રિ-વેડીંગ સેરેમનીમાં તમામ ક્ષેત્રના વીવીઆઇપી હસ્તીઓ જામનગરના એરપોર્ટ ઉપર આવી રહ્યા છે ત્યારે આજે ક્રિકેટરોમાં પૂર્વ ફાસ્ટ બોલર ઝહીરખાન અને તેમના પત્ની સાગરીકા ઘાટકે, ડીજે બ્રાવો, ઇશાન કિશાન, સૂર્યકુમાર યાદવ, જાણીતા ખેલાડી સાઇના નેહવાલ આજે જામનગરના એરપોર્ટ પર આવ્યા હતા, ત્યારબાદ સીધા મોટી ખાવડી ખાતે રવાના થયા હતા, આ ઉપરાંત ડીએલએફના ચેરમેન કે.પી.સિંહ અને કંપનીના પૂર્વ સીઇઓ બોબ ડુડલી, પી.એમ.એસ. પ્રસાદ, રીલાયન્સના એકઝી. ડાયરેકટર સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech