જામનગરમાં વિકાસ પામી રહેલ ગોકુલનગરમાં સતવારા સમાજની વાડીમાં રંગોળી સ્પર્ધા, કિચન ગાર્ડન તથા સ્નેહ મિલન અને નવા પ્રમુખની વરણી સાથેનો સમારંભ તા. ૦૬-૧૦-૨૦૨૪, બુધવાર લાભપાંચમ ના દિવસ યોજાયેલ હતો.
રંગોળીની સ્પર્ધામાં કુલ ૮૫ બહેનોએ ભાગ લીધેલ હતો, સ્નેહમિલન કાર્યક્રમ નવા વરાયેલ પ્રમુખ જયેશભાઈ પ્રેમજીભાઈ સોનગરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં જામનગરના વિવિધ આગેવાનો હાજર રહેલ હતા.જેમાં પ્રમુખ જયેશભાઈ સોનગરા ઉપરાંત મુખ્ય દાતા વિઠ્ઠલભાઈ સોનગરા (વલ્લભ પ્રટ્રોલિયમ-જામનગર). સતવારા સમાજ જામનગરના પ્રમુખ જમનભાઈ રાઠોડ, ડો. પોપલીયાના પત્ની ભુમિકાબેન, ડો. આર.ડી.રાઠોડ , યુવક મંડળના પ્રમુખ વિવેકભાઈ રાઠોડ, શાંતિભાઈ પરમાર, તંત્રી મગનભાઈ પરમાર, પ્રેમજીભાઈ સોનગરા, કિચન ગાર્ડનના કમલેશભાઈ પીપરોતર વગેરે હાજર રહી મહિલા મંડળના પ્રવૃિતિઓને બિરદાવેલ. તથા રંગોળી સ્પર્ધામાં પ્રથમ પાંચ સ્પર્ધકોને ટ્રે અને દરેક સ્પર્ધકોને વોટર બોટલ મંડળના પ્રમુખ, દાતાઓ તથા આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવેલ.
આ સમગ્ર સમારંભ સફળ બનાવવા માટે મહિલા મંડળના નવા વરાયેલ પ્રમુખ મધુબેન માંડણભાઈ નકુમ, પ્રમુખ રમિલાબેન કણજારીયા, મંત્રી વનિતાબેન ચૌહાણ, ખજાનચી રસીલાબેન ચૌહાણ તથા દિવ્યાબેન, શાંતીબેન, મંજુબેન, હંસાબેન, મધુબેન ધારવીયા તેમજ સમગ્ર કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવેલ એમ સંસ્થાના પ્રમુખ મધુબેન માંડણભાઈ નકુમની અખબાર યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMતો.. ફિલ્મ ‘કરણ અર્જુન’ માં શાહરૂખ સાથે અજય દેવગન હોત
January 22, 2025 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech