રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટર નિતેશ તિવારીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કર્યું છે અને માહિતી આપી છે કે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. તેમણે કહ્યું કે ફિલ્મનો પહેલો ભાગ આવતા વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં આવશે. બીજો ભાગ 2027ની દિવાળી પર આવશે.
ભારતની સૌથી મોટી ફિલ્મ
નિતેશ તિવારી સાથે ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ પણ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. નમિતે લખ્યું, "મેં આ મહાકાવ્યને મોટા પડદા પર લાવવાની પહેલ એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં કરી હતી. આજે તે નાની પહેલને ફિલ્મમાં રૂપાંતરિત થતી જોઈને ઘણો આનંદ થાય છે. અમારો એક જ ઉદ્દેશ્ય છે - આપણો ઇતિહાસ, આપણું સત્ય અને આપણી સંસ્કૃતિ - "રામાયણ"નું સૌથી પ્રમાણિક રૂપાંતરને વિશ્વભરના લોકો સામે રજૂ કરવામાં આવે.
ફિલ્મનું શૂટિંગ પૂર્ણ
ફિલ્મમાં ભગવાન રામની માતા કૌશલ્યાનું પાત્ર ભજવનાર અભિનેત્રી ઇન્દીયા કૃષ્ણને જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. એટલું જ નહીં, Join Films નામની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે એ પણ કહ્યું હતું કે આ ફિલ્મમાં રણબીર કપૂર, ભગવાન રામ છે; સાઈ પલ્લવી, માતા સીતા; યશ, રાવણ; અરુણ ગોવિલ, રાજા દશરથ અને રવિ દુબે, લક્ષ્મણ ના રોલમાં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએટલાસ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પરિણીતાનું ડીઝલ છાંટી અગ્નિ સ્નાન
January 01, 2025 04:10 PMવકફ બોર્ડની મિલકતની ત્રણ દુકાન મસ્જિદના ટ્રસ્ટ્રીએ ખાલી કરાવવા સામાન ફેંકી દીધો
January 01, 2025 04:08 PMએર ઈન્ડિયાએ આપી નવા વર્ષની ભેટ, હવે ફ્લાઈટમાં મળશે Wi-Fi ની સુવિધા, આવું કરનાર પ્રથમ એરલાઈન્સ
January 01, 2025 04:06 PM૧૨મી જાન્યુ.એ ડીએચ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ
January 01, 2025 04:06 PMહોટલ નોવા ગ્રુપની થર્ટી ફર્સ્ટ પાર્ટીમાં હાથમાં દારૂની બોટલ રાખી ઉજવણી
January 01, 2025 03:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech