વિસાવદર તાલુકામાં જાણે ખનીજ ચોરી માટે એક મોકળું મેદાન હોય એમ લાગી રહ્યું છે અને તત્રં દ્રારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા આવાનાર સમયમાં વિસાવદર તાલુકામાં ગૌચર અને સરકારી ખરાબાની જમીન નામ શેષ થઈ જાશે. યારે ખનીજ ચોરો દ્રારા મોટા જેસીબી અને ટ્રેકટર લોડરની મદદથી બેફામ ખનીજ શોધી કાઢવામાં આવી રહી છે. જેના કારણે માલધારી સમાજને પણ પોતાના પશુઓ માટે ચીંતા થઈ રહી છે.
ખનીજ ચોરો માટે આધિકારીઓ દ્રારા આખો તાલુકો નામે કરી આપ્યો હોય એમ લાગી રહ્યું છે મોટા મોટા કન્ટ્રકશનના કામોમાં માટી ટાશની માગ હોવાને કારણે આખો દિવસ શહેરમાંથી ખનીજ ચોરો દ્રારા કોઈની સેહ શરમ વગર પોતાના વાહનો દોડાવી રહ્યા છે. જેમાં કોઈ પણ તત્રં આવા વાહનોને રોકવાનું કે ચેક કરવાનું કામ કરતા નથી. મોટા મોટા દડં ફટકારી વાહવાહી કરનાર ખનીજ આધિકારીઓને શા માટે આ વાહનો દેખાતા નથી કે પછી કોઈ સેટીંગ કયુ હોય તેમ લોકોમાં ચર્ચાય રહ્યું છે.
યારે માલધારીઓ ને એકજ ચિંતા થઈ રહી છે જો આવીજ રીતે બે ફામ ગૌચર ખોદવામાં આવશે તો આવનાર સમય માં ગૌચર ની જમીન માત્ર કાગળ ઉપરજ દેખાશે અને પશુઓને નિભાવવા માટે હાલાકી ભોગવવાનો વારો આવશે.
મફતની જમીનમાંથી માટી પથ્થર ચોરી એક ટ્રેકટરના એક હજારથી પંદર સૌ પિયા સુધી વસુલ કરે છે, ખનીજ માફિયાઓ જે આખો દિવસના દસથી વધુ ફેરા કરે છે. જેથી રોજના દસથી પંદર હજારની ચોખા નફાવાળી આવક મેળવે છે. જયારે મોટા કન્ટ્રકશનના કામોમાં ૧૦૦થી વધુ ફેરા માટી અને પથ્થરના નાખવામાં આવે છે મુજબ આવા ખનીજ માફિયાઓને મહિનામા લાખોની આવક આવી ગૌચર અને ખરાબાની સરકારી જમીનમાંથી મેળવી લે છે. જે લોકોને મહિનામા આવડી મોટી રકમ મળતી હોય તેમાથી સરકારી બાબુઓને પણ નૈવેધ ધરી પોતાનો ધીકતો ધંધો ચાલુ રાખવામાં આવી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech