રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આજી નદીને કાંઠે બિરાજમાન સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિરના મુખ્ય પ્રવેશદ્રારને હાલ પરમ પવિત્ર શ્રાવણ માસમાં કલરકામ કરવા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આદેશ કર્યાના પખવાડિયા પછી પણ ડેપ્યુટી એન્જીનિયર પટેલીયાએ કલરકામ શ નહીં કરતા આજે આ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ મિજાજ ગુમાવ્યો હતો અને ડેપ્યુટી એન્જીનિયર પટેલીયાને પોતાની એન્ટી ચેમ્બરમાં બોલાવીને બેફામ ખખડાવ્યા હતા. દરમિયાન ઇજનેરએ એવો ખુલાસો કર્યેા હતો કે વોર્ડના પૂર્વ કોંગી કોર્પેારેટર પ્રવિણભાઇ રાઠોડ કામ શ થતાં અટકાવી રહ્યા છે.
વિશેષમાં બનાવ અંગે પ્રા માહિતી મુજબ અંદાજે ૧૫ દિવસ પૂર્વે વોર્ડ નં.૭માં લોકદરબાર યોજાયો હતો જેમાં અમુક નગરિકો તરફથી રામનાથ મહાદેવ મંદિરને લગતા પ્રશ્નોની રજુઆતો, ફરિયાદો અને સુચનો આવ્યા હતા જેના અનુસંધાને રામનાથ મહાદેવ મંદિર ફરતે ત્વરિત સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી, અમુક નાગરિકોએ મંદિરના પ્રવેશદ્રારને કલરકામ કરવાની રજુઆત કરતા ચેરમેનએ તે અંગે પણ આદેશ કર્યેા હતો. લોક દરબારમાં આવેલા પ્રશ્નોનું ફોલો અપ લેતી વેળાએ ચેરમેનના ધ્યાને એ બાબત આવી હતી કે તેમણે આદેશ કર્યા બાદ પણ કામ શ કરાયું નથી, આથી તેમણે આજે વોર્ડના ડેપ્યુટી એન્જીનિયરને પોતાની એન્ટી ચેમ્બરમાં બ બોલાવી બેફામ ખખડાવ્યા હતા જેથી ડેપ્યુટી એન્જીનિયર પટેલીયાએ એવો ખુલાસો રજૂ કર્યેા હતો કે વોર્ડના પૂર્વ કોંગી કોર્પેારેટર અને પૂર્વ વિપક્ષી નેતા પ્રવિણભાઇ રાઠોડ તેમને કલરકામ અટકાવે છે માટે કામ શ થઈ શકતું નથી. આમ, કલરકામ મામલે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી જતા હાલ કામ અટકયું છે અને રાજકારણ ખેલાવાન શ થઇ જતા રામનાથ મહાદેવ મંદિરના ભકતોમાં નારાજગીની લાગણી પ્રસરી જવા પામી છે
પ્રવેશદ્રારનો જિર્ણેાધ્ધર મેં કરાવ્યો તો કલરકામ શા માટે અટકાવું ? સમજફેર થઇ છે: રાઠોડ
પૂર્વ કોંગી કોર્પેારેટર અને કારડીયા રાજપૂત સમાજના અગ્રણી પ્રવિણભાઇ વિરમભાઇ રાઠોડએ જણાવ્યું હતું કે રામનાથ મહાદેવ મંદિરના પ્રવેશદ્રારનો જિર્ણેાધ્ધાર કરાવવા તેઓ કોર્પેારેટર પદે હતા ત્યારે કોર્પેારેશનમાં પાંચ વર્ષ લગાતાર રજુઆતો કરી હતી પરંતુ મહાપાલિકાએ પ્રવેશદ્રાર નિર્માણ કરવાનું બધં કર્યાનો નીતિવિષયક નિર્ણય કર્યેા હોવાનું જણાવતા અંતે તેમણે તેમના સગા અને રામનાથપરા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ મહેશભાઇ રાજપૂતને રજુઆત કરતા તેમણે સંપૂર્ણ ખર્ચની રકમ દાનમાં આપી હતી અને તે પૈસાથી નવું પ્રવેશદ્રાર બનાવ્યું હતું. દરમિયાન આ પ્રવેશદ્રાર ઉપર હજુ શિવજીની એક મૂર્તિ અને બન્ને બાજુ હાથીની મૂર્તિ મુકવાની બાકી હોય તેમજ સપાટી ઉપર પોલિશ વર્ક અને પુટી બાકી હોય આથી તે કામ પૂર્ણ થયે કલરકામ કરાય તેવું તેમનું કહેવું હતું પરંતુ આ મુદ્દે કંઇક સમજફેર થતા વાતનું વતેસર થઇ ગયાનું તેમણે જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech