સમગ્ર અયોધ્યા રામલલ્લાની સેવામાં અભિભૂત છે. દરેક વ્યકિત પોતાની શૈલીમાં ભગવાન રામની સેવા કરી રહ્યો છે, પરંતુ આજે અમે તમને ભગવાન રામના એ સેવકનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમની ત્રણ પેઢીઓ માત્ર શ્રીરામના ચરણોમાં સમર્પિત જ નથી, પરંતુ ભગવાનને હાથે તૈયાર કરેલા વક્રોથી સુશોભિત કરે છે. શંકરલાલનો પરિવાર ૧૯૮૫થી રામલલ્લા માટે વસ્ત્રો સીવે છે.
શંકરલાલના જણાવ્યા અનુસાર, 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને બોલાવ્યો હતો. ભગવાનની પ્રતિમાનું માપ લઈ શકું તે માટે મને મૂર્તિ બતાવી હતી. અત્યાર સુધી હું જે મૂર્તિ માટે વસ્ત્રો બનાવતો હતો, તેની લંબાઈ અલગ હતી. નવી મૂર્તિની લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ બદલાઈ ગઈ છે. મેં મૂર્તિનું માપ લીધું, પરંતુ પછી મને મંદિરના ટ્રસ્ટ તરફથી વસ્ત્રો સીવડાવવા અંગે કઈં કહેવામાં આવ્યું નહોતું.
પ્રમોદવન મોહલ્લામાં શંકરલાલ ટેલરની દુકાન ચલાવે છે. એક નાના મ આખો કપડાંના ઢગલાથી ભરાયેલો છે અને તેની જ વચ્ચે ત્રણ કપડાંના મશીનો મૂકવામાં આવ્યા છે. ચારેય બાજુથી રંગબેરંગી કપડાંથી ઘેરાયેલા શંકરલાલે જણાવ્યું કે, 'આ દુકાન અમારા પિતા બાબુલાલ ટેલરના નામથી પ્રખ્યાત છે. પિતાના અવસાન બાદ હવે મારો તથા મોટાભાઈ ભાગવત પ્રસાદનો પરિવાર આ પરંપરાને આગળ ધપાવી રહ્યો છે. ભગવાન રામે અમને બધું જ આપ્યું છે. ખાવા માટે રોટલીની સાથે સાથે ખ્યાતિ પણ આપી છે અને અમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તે સમયે શંકરલાલના પિતા બાબુલાલને મંદિરના પૂજારી લાલદાસ તરફથી બે મશીન આપવામાં આવ્યા હતા. તેમના પિતા અને મોટાભાઈ ભાગવત પ્રસાદ મંદિરના પ્રાંગણમાં કપડાં સીવવાનું કામ કરતા હતા. બાબરી ધ્વંસ બાદ દુકાનને ત્યાંથી ખસેડીને પ્રમોદવનમાં શરૂ કરવામાં આવી હતી. જયારે બાબરી ધ્વસં પછી ભગવાન શ્રીરામને ટેન્ટમાં બેસાડવામાં આવ્યા. ૧૯૯૪માં બાબુલાલના અવસાન પછી, શંકરલાલ મોટાભાઈ ભાગવત પ્રસાદ સાથે દરજીકામ કરવા લાગ્યા.
નવી મૂર્તિ માટે ઠંડીને ધ્યાનમાં રાખીને કપડાં તૈયાર કરવામાં આવ્યા
શંકરલાલે કહે છે, હાલ ઠંડીની ઋતુ હોવાથી ભગવાન માટે ખાસ મખમલી વક્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઠંડી વધારે હોવાથી ભગવાનને ઠંડીનો અનુભવ ન થાય તે માટે સાત રંગોના અલગ–અલગ મખમલના વક્રો તૈયાર કરવામાં આવ્યા છે. શંકરલાલે કહ્યું, અમને રામલલ્લાના વક્રો સીવવા માટે ભારત અને વિદેશમાંથી ઘણા ઓર્ડર મળી રહ્યા છે. રામલલ્લાના ભકતો ભગવાન માટે કપડાં તૈયાર કરવા માટે કાપડ મોકલી રહ્યા છે. શિમલા, પંજાબ, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, બેંગ્લોરથી ઓર્ડર મળ્યા છે. આ સાથે લંડન અને અમેરિકામાં રહેતા લોકોએ પણ રામલલા માટે વક્ર સીવડાવવાનો ઓર્ડર આપ્યો છે. આ બધી ભગવાનની કૃપા છે.
કયા દિવસે કયા રંગનાં કપડાં
સોમવાર– સફેદ રંગ
મંગળવાર– લાલ રંગ
બુધવાર લીલા રંગ
ગુવાર પીળા રંગ
શુક્રવારે ક્રીમ રંગ
શનિવારે– વાદળી રંગ
રવિવારે–ગુલાબી રંગ
પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિ
કોઈ પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અનેક રીતિ રિવાજોનું પાલન કરવું પડે છે. ધર્માચાર્યેા અનુસાર તેમાં કેટલા તબક્કા રહેશે તે સમારંભની ભવ્યતા અને દિવ્યતા પર નિર્ભર કરે છે. રામ મંદિર માટે મંદિર ટ્રસ્ટ–શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે કહ્યું કે પ્રાણપ્રતિષ્ઠા પહેલા સાત દિવસનું અનુષ્ઠાન હશે. આ સાત દિવસીય અનુષ્ઠાન ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું. સૌથી પહેલાં અભિષેક સમારભં કરાયો કરવામા આવે છે. સાત દિવસના અનુષ્ઠાનમાં પહેલા દિવસે પૂજારી સરયૂ નદીના તટને સ્પર્શીને વિષ્ણુ પૂજા શરૂ કરી અને ગૌદાનનું આયોજન કરશે તેમ નક્કી કરાયું હતું. આ ઉપરાંત તે પહેલાં નવ ગ્રહ શાંતિ હવન કરવામાં આવે છે. તે નવ ગ્રહોને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ મંદિરના ગર્ભગૃહને પવિત્ર નદીના નીરથી ધોવાનું હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech