રામ મંદિરનો પહેલો માળ આ વર્ષે નવેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. પહેલા માળે જ રામ દરબારની સ્થાપના થવાની છે. ગઈકાલે સર્કિટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય નિર્ધારિત સમય મર્યાદા મુજબ આગળ વધી રહ્યું છે.
મિશ્રાએ જણાવ્યું હતું કે, બેઠકમાં નિર્માણ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને મંદિરની દિવાલ અને અન્ય બાંધકામની જે સુવિધા માટે ચાલી રહી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. બાંધકામ કાર્ય હાથ ધરવા માટે નિર્ધારિત સમય મર્યાદા મુજબ પરિણામો આવશે. મંદિરના પહેલા અને બીજા માળનું બાંધકામ જલ્દી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પહેલા માળે યાં રાજારામનો દરબાર હશે તે નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.
માર્ચના અતં સુધીમાં કાશી અને અયોધ્યા વચ્ચે હેલિકોપ્ટર સેવા શ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. નમો ઘાટ પર પૂર્ણ થયેલા હેલિપેડ પાસે ટિકિટ અને પૂછપરછ કાઉન્ટર ખોલવાના પ્રયાસો ચાલુ છે. ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કાશીથી અયોધ્યા, પ્રયાગરાજ, ચિત્રકૂટ, મથુરા, લખનૌ અને ગોરખપુર માટે હેલિકોપ્ટર સેવા શ કરવામાં આવનાર છે. પર્યટન અધિકારીઓએ જણાવ્યું કે નમો ઘાટથી અયોધ્યાનું અંતર ૧૬૦ કિમી છે. મુસાફરો આ અંતર હેલિકોપ્ટર દ્રારા શકશે. યાત્રી દીઠ ભાડું ૧૪,૧૫૯ પિયા રાખવામાં આવ્યું છે. ૫ લોકો એકસાથે મુસાફરી કરી શકશે. નમો ઘાટ પર ત્રણ હેલિપેડ તૈયાર છે. સેવાની કમાન ઉત્તરાખડં સ્થિત કંપની મેસર્સ રાજસ એરોસ્પોર્ટ એન્ડ એડવેન્ચર પ્રાઈવેટ લિમિટેડને સોંપવામાં આવી છે. ડેપ્યુટી ડાયરેકટરે કહ્યું કે હેલિકોપ્ટર સેવાના સંચાલન માટે લીલી ઝંડી હેડકવાર્ટર લેવલથી જ આપવામાં આવશે.
શ્રી અયોધ્યા જી તીર્થ વિકાસ પરિષદનું મુખ્યાલય રામનગરીમાં જ સ્થાપિત કરવામાં આવશે. આ માટે ઘણા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પેારેશન અને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીની ઓફિસ માટે બની રહેલી નવી બિલ્ડિંગમાં છઠ્ઠો માળ બાંધવાનો પ્રસ્તાવ પણ છે. કાઉન્સિલમાં એડિશનલ ચીફ એકિઝકયુટિવ ઓફિસર અને એકિઝકયુટિવ વાઈસ પ્રેસિડેન્ટ સહિતની ઘણી જગ્યાઓ હજુ પોસ્ટ કરવાની બાકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની આ રાય સ્તરીય પરિષદમાં મુખ્ય કાર્યકારી અધિકારી ઉપરાંત બે સંયુકત કાર્યકારી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech