શિરડીમાં રામગિરિ મહારાજના ભડકાઉ ભાષણથી તણાવ, એફઆઈઆર નોંધાઈ

  • August 17, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં હિંદુ ધર્મગુરૂ રામગિરી મહારાજે નાસિક જિલ્લાના સિન્નર તાલુકાના શાહ પંચાલે ખાતે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પયગંબર મોહમ્મદ અને ઇસ્લામ વિદ્ધ ટિપ્પણી કરી હતી. જેને લઈને શુક્રવારે વિવાદ સર્જાયો હતો. રામગિરી મહારાજના ભડકાઉ ભાષણના કારણે સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની ટિપ્પણીથી ગુસ્સે થઈને મુસ્લિમ સમુદાયના સભ્યોએ મહારાષ્ટ્ર્રના બે જિલ્લામાં રામગિરી મહારાજ વિદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. મીડિયા રિપોટર્સ અનુસાર, હિંસક અથડામણમાં ૧૮ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ભદ્રકાલી વિસ્તારમાં કર્યુ લાદી દેવામાં આવ્યો છે.
રામગિરી મહારાજ નાસિકમાં ધાર્મિક સંસ્થા ચલાવે છે. વૈજાપુર પોલીસે શુક્રવારે મહારાજ વિદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૨ હેઠળ એફઆઈઆર નોંધી છે. મહારાજ વિદ્ધ નિવેદનો કરીને જાણી જોઈને લોકોની લાગણી ભડકાવવાનો આરોપ છે. સંભાજીનગરમાં રામગીરી મહારાજ સામે એફઆઈઆર નોંધાયાના કલાકો પછી, સીએમ શિંદે સિન્નાર, નાસિકમાં રામગીરી મહારાજ દ્રારા આયોજિત અખડં હરિનામ સાહના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર્રમાં અમારી સરકાર દરમિયાન કોઈપણ ધાર્મિક નેતાને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આપણી સરકાર આવા મહાન સંતોના આશીર્વાદથી ધન્ય છે. મહારાષ્ટ્ર્રમાં કોઈ સંતોને સ્પર્શ પણ નહિ કરી શકે.'
સીએમ શિંદે સાથે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાય મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે રામગીરી મહારાજના નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. મહારાજે કોઈપણ મુદ્દા પર કઈ કહ્યું હોય તો તેને ખોટી રીતે સોશિયલ મીડિયા પર શેર કરવું અયોગ્ય છે. પોલીસ આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application