ખાખચોક ખાતે રામાયણ થીમ આધારિત ગણેશોત્સવ ઉજવાશે

  • September 06, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ગણેશ મહોત્સવની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ખાખચોક ખાતે રામાયણ થીમ આધારિત ગણેશોત્સવ ઉજવાશે.
પવનપુત્ર મિત્ર મંડળ ખાખચોક દ્વારા પોરબંદર જિલ્લામાં સૌપ્રથમ વખત રામાયણ થીમ આધારિત ગણેશોત્સવનું આયોજન કરવામાં આવશે. આગામી તારીખ ૭ સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે રામાયણ થીમ આધારિત ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ આધ્યાત્મિક કાર્યો જેવા કે ભગવાન શ્રી સત્યનારાયણની કથા, અન્નકુટના દર્શન, દરરોજ સાંજે ભજન-કીર્તન જેવા વિવિધ કાર્યો કરવામાં આવશે. આ ઉપરાંત ભગવાન ગણેશની સવારે તેમજ સાંજે ૮ કલાકે દિવ્ય આરતી પણ કરવામાં આવશે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગત ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૫૦૦ વર્ષ બાદ સનાતન ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તેની ખુશીમાં દરેક સનાતની ભગવાન શ્રીરામ વિશે જાણી શકે તેવા ઉદ્દેશ્યથી રામાયણ થીમ આધારિત ગણેશોત્સવનું આયોજન પવનપુત્ર મિત્ર મંડળ ખાખચોક દ્વારા કરવામાં આવશે જેનું શુભ સ્થળ ડો. ત્રિવેદી હોસ્પીટલ વાળી ગલીમાં છે, તો આ કાર્યમાં સહભાગી બનવા માટે પોરબંદરની ધર્મપ્રીય જનતાને આમંત્રણ પાઠવીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News