બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંને ગોવાથી મુંબઈ પરત ફર્યા હતા. આ તેની પ્રથમ વખત જાહેરમાં દેખાયા હતા. રકુલ અને જેકી એરપોર્ટની બહાર જોવા મળ્યા હતા.નવદંપતી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કર્યાના બે દિવસ પછી મુંબઈ પાછા ફર્યા છે. ફૂલોથી શણગારેલી મર્સિડીઝ રકુલની રાહ જોઈ રહી હતી, જેમાં તે તેના સાસરે પહોંચી હતી. મુંબઈમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.હાથમાં ગુલાબી બંગડીઓ અને માથે સિંદૂર સાથે પીળા રંગના અનારકલી સૂટમાં રકુલ ખૂબ જ સુંદર લાગી રહી હતી. નવપરિણીત રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્ન બાદ મુંબઈ પરત ફર્યા છે.મહેંદી વાડા હાથમાં બંગડી અને ગળામાં મંગલસૂત્ર અને માથે સિંદૂર લગાવી રકુલ પપારાજીને ગિફ્ટ હેમ્પર અને મીઠાઈ ભરેલા બોક્સ આપ્યા હતા રકુલ અને જેકીએ મુંબઈમાં પાપારાઝીઓને મીઠાઈ પણ વહેંચી હતી. પોતાના હાથે તેને ગિફ્ટ હેમ્પર આપ્યું.રકુલ અને જેકીએ બે વાર લગ્ન કર્યા હતા. તેમના લગ્નની વિધિ આનંદ કારજ અને સિંધી શૈલીમાં કરવામાં આવી હતી. ગોવામાં સવારે અને સાંજે લગ્ન યોજાયા હતા. બંનેએ તરુણ તાહિલ્યાનીના વેડિંગ આઉટફિટ પહેર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech