રક્ષાબંધન સ્પેશિયલ : બહેનથી ભાઈનું દુખ ન જોવાયું, કંઈ પણ વિચાર્યા વગર પોતાની કિડની દાનમાં આપી ભાઈને આપી નવજીવનની ભેટ 

  • August 30, 2023 10:29 AM 


રક્ષાબંધનના દિવસે ભાઇની રક્ષા માટે બહેન રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ત્યારે રાજકોટમાં રક્ષાબંધનના થોડા દિવસ પહેલા જ કિડનીની બીમારીથી પીડાતા ભાઇને બચાવવા માટે બહેને પોતાની એક કિડનીનું દાન કરીને રક્ષા કવચ આપ્યું છે. બહેને તો ભાઈની રક્ષા કરી જ પણ સાથે સાથે બહેનના સાસરીયાઓએ પણ સંપૂર્ણ સહયોગ આપતા કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું હતું. આ  બહેને કિડની દાન કરીને તેના ભાઇને નવજીવન આપ્યું છે.


રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ સમયે એેક બહેને ભાઈને કિડની આપીને સાચા અર્થમાં ભાઈની લાંબા આયુષ્યની મનોકામના કરી છે. રાજકોટના વાસાવડમાં રહેતા 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બંને કિડની ફેઈલ થઈ જતા બહેન મદદ માટે આગળ આવી હતી અને કંઈ પણ વિચાર્યા વગર તેને પોતાના ભાઈને નવું જીવન આપવાનું નક્કી કરી લીધુ અને રક્ષાબંધન પહેલા જ બહેને ભાઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આજે તેનો ભાઈ એકદમ સ્વસ્થ છે અને વસાવાડ ખાતે ખેતી કરીને પગભર બન્યો છે. 


ભરતભાઈ મકવાણાએ જણાવ્યું કે, જ્યારે મારૂ બીપી 290 થઈ ગયું તો અમે ડોક્ટરને બતાવ્યું હતું. ત્યારે ડોકટરે કહ્યું કે તમારી 70 ટકા કિડની ફેઈલ થઈ ગઈ છે.જે બાદ દવા લીધી એટલે થોડુ સારૂ હતું પણ કોરોના થતાં તેની બંને કિડની સંપૂર્ણ ફેલ થઈ ગઈ હતી. જેથી તેમને બી.ટી.સવાણી હોસ્પિટલમાં ડોક્ટરે કન્સલ્ટ કર્યું હતું.ત્યારે ડોક્ટરે તેને હિંમત આપી હતી અને ડાયાલીસીસ કરાવવાની સલાહ આપી હતી.


જે બાદ ભરતભાઈ સમયસર ડાયાલીસીસ કરાવતા હતા. આ વાતની જાણ બહેનને થતાં બહેને નક્કી કરી લીધુ કે હું મારા ભાઈને ગમે તેમ કરીને પહેલાની જેમ જ કરી દઈશ.પછી મારી બહેને મને કિડની દાનમાં આપી અને આજે મને મારા બેન થકી મને નવું જીવન મળ્યું છે. હું મારી બહેનનો ખુબ જ આભાર માનુ છું.હું મારી બહેનનો જીવનભર ઋણી રહીશ.અને તેને જે પણ જરૂર હશે તે હું પુરી કરીશ.


ભરતભાઈના બહેન દયાબેન વાગડિયા કે જેઓ રાજકોટમાં સાસરે છે. તેમને કહ્યું કે મારા ભાઈની બંને કિડની ફેઈલ હતી. જેથી મારો ભાઈ 6 મહિનાથી ડાયાલીસીસ કરાવતો હતો.જેથી મે નક્કી કર્યું કે મારે મારા ભાઈનું જીવન બચાવવું છે. જે મે મારા ભાઈને મારી કિડની આપવાનું નક્કી કર્યું. આ નિર્ણયમાં મને મારા સાસરિયાઓ અને મારા પતિએ સાથ આપ્યો અને મને હિંમત આપી.પછી મે મારા ભાઈને મારી કિડની ડોનેટ કરી.અત્યારે મારા ભાઈને પણ સારૂ છે અને મને પણ સારૂ છે.
​​​​​​​

આજે બહેનના આ કાર્યની સૌ કોઈ સરાહના કરી રહ્યું છે. ભરતભાઈના પરિવારજનો બહેનની સાથે સાથે તેના બહેનના સાસરીયાઓનો પણ ખુબ આભાર માની રહ્યાં છે. આજે આ બહેને સાચા અર્થમાં ભાઈની રક્ષા કરવા માટે ભાઈને કિડનું દાન આપીને સૌનું દિલ જીતી લીધું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application