સર્જરી બાદ અભિનેત્રીએ વર્ણવી દાસ્તાન
રાખી સાવંતની હાલમાં જ સર્જરી થઈ હતી. એક્ટ્રેસે તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં તેની સર્જરી અંગે મોટો ખુલાસો કર્યો છે. પોતાનું દર્દ વ્યક્ત કરતાં તેણે કહ્યું કે તે ક્યારેય માતા બની શકે નહીં.
બોલિવૂડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત અવારનવાર પોતાના સ્ટેટમેન્ટ અને બોલ્ડ સ્ટાઇલના કારણે લાઇમલાઇટમાં રહે છે. રાખીના લગ્નને લગતી કૉન્ટ્રોવર્સી કે પછી કોઈપણ ટ્રેન્ડિંગ ટોપિક પર તેનું નિવેદન હોય, તે કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. ઉલ્લેખનીય છે કે, રાખી હાલ તેની સર્જરી બાદ દુબઈમાં છે. જો કે, દુબઈમાં હોવા છતાં રાખી સતત હેડલાઇન્સમાં રહે છે. વાત એમ છે કે, રાખીએ હાલમાં જ તેની સર્જરી કરાવી છે અને એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની સર્જરી સાથે જોડાયેલી એવી વાત કહી છે જે જાણીને તમે પણ ચોંકી જશો.
એક્ટ્રેસ અને કૉન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે હવે તે ક્યારેય માતા બની શકશે નહીં. રાખીએ કહ્યું કે તે આનાથી ખૂબ જ દુઃખી છે, પરંતુ તેણે તેનો સામનો કરવો પડશે. રાખીએ આગળ કહ્યું કે તે વિકી ડોનર જેવું કંઈક કરશે અને સરોગસી વિશે વિચારશે, કારણ કે તે બાળક દત્તક પણ લઈ શકતી નથી.
રાખીના પેટમાં ગાંઠ હતી
હકીકતમાં રાખીએ હાલમાં જ એક સર્જરી કરાવી છે. ટેલી ટૉકને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તેના પેટમાં 10 સેમીની ગાંઠ છે. ડૉક્ટરે તપાસ કરતાં ગાંઠ હોવાનું બહાર આવ્યું. એક્ટ્રેસે કહ્યું કે, ‘આ પછી ડૉક્ટરે મારી ગાંઠ અને ગર્ભાશય કાઢી નાખ્યું’. તેણે જણાવ્યું કે સર્જરી બાદ તેઆઈસીયુમાં હતી.
આ દરમિયાન રાખી સાવંતે સલમાન ખાનના ખૂબ પ્રશંસા કરી અને એ પણ ખુલાસો કર્યો કે, સલમાન ખાને તેની સર્જરીનું બિલ ચૂકવ્યું હતું. સલમાન ખાનના વખાણ કરતાં રાખીનું કહેવું છે કે, ‘સલમાન ખાન ક્યારેય પોતાના લોકોને ભૂલતા નથી. તે હંમેશા કહ્યા વિના મારા પડખે ઊભા રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech