મુખ્યમંત્રીથી લઈ તમામ મંત્રીઓ તેમજ ઉચ્ચ સનદી અધિકારીઓ માટે આવતીકાલથી સોમનાથમાં ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે. આવતીકાલે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી ટ્રેન મારફતે સોમનાથ જશે. આ ચિંતન શિબિરમાં તમામ જિલ્લ ાના કલેકટર, સીપી, એસપી, રેંજ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે. તમામ વિભાગના સચિવોનો કાફલો પણ શિબિરમાં પહોંચશે.
પ્રા થતી વિગતો મુજબ રાય સરકાર દ્રારા આવતીકાલે તા.૨૧ થી ૨૩ સુધી ત્રણ દિવસની ૧૧મી શિબિર યોજાશે. આ શિબિરમાં રાય સરકારની વિકાસના કામો તેમજ અન્ય કામગીરીની સમીક્ષાઓ હાજર રહેનારા તમામ ઉચ્ચ અધિકારીઓ દ્રારા અલગ અલગ પ્રોજેકટ પ્રેઝન્ટેશન કરશે. ગાંધીનગરથી મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ ફલાઈટમાં કેશોદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી ટ્રેનમાં સોમનાથ જવા નીકળશે. મુખ્યમંત્રી ચિંતન શિબિરનું ઉદઘાટન કરશે. તા.૨૨ના રોજ બીજા દિવસે સવારે સાગર દર્શન અને હોટલ રીઝન્ટા ખાતે યોગનું આયોજન કરાયું છે. બપોરે કામગીરીના અલગ અલગ સેશન રહેશે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
શિબિરના અંતિમ દિવસે સોમનાથ મંદિરની પાસેનો ત્રિવેણી ઘાટ, શ્રીરામ મંદિર, શારદા પીઠ, ભાલકા સહિતના આસપાસના મંદિરોની મહાનુભાવો મુલાકાત લેશે. ત્રણ દિવસની શિબિર દરમિયાન મુખ્યમંત્રી અન્ય મંત્રીઓ અને જે તે વિભાગના સચિવોની હાજરીમાં રાયભરમાંથી આવેલા આઈએએસ અને આઈપીએસ ઓફિસરો સાથે ચર્ચા વિચારણા અને જરૂરી સુચનોની આપ–લે થશે. તા.૨૩ના બપોરે શિબિરનું સમાપન થશે અને ૩.૩૦ કલાકે મુખ્યમંત્રી અન્ય મંત્રીઓ સોમનાથથી રવાના થશે.
આવતીકાલથી શરૂ થનારી ત્રિદિવસીય ચિંતન શિબિરની છેલ્લ ા ઘણા દિવસથી સ્થાનીક સ્તરે સોમનાથ કલેકટર ડી.ડી.જાડેજા અને અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. છેલ્લ ા એક સાહથી ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. દરિયા કાંઠે વિશાળ જગ્યામાં અધતન ડોમ અને વિવિધ સવલતો સાથે ચિંતન શિબિરનું સ્થળ સજાવાયું છે. સોમનાથ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોને પણ નવા સાજશણગાર સાથે આકર્ષિત કરવામાં આવ્યા છે. સુરક્ષાની જવાબદારી એસ.પી. મનોહરસિંહ જાડેજાના વડપણ હેઠળ ચુસ્ત કિલ્લેબંધી ગોઠવાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech