રાજકોટમાં કેશ ક્રેડિટ ઉપર બેંકમાંથી લીધેલી લોન પેટે . ૬૫ લાખનો ચેક રિટર્નના કેસમાં અદાલતે રાજમોતી ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર સમી૨ શાહ અને શ્યામ શાહને દોઢ – દોઢ વર્ષની સજા અને ચેકની રકમ વળતર પેટે ન ચૂકવે તો વધુ છ – છ માસની કેદનો હત્પકમ કર્યેા છે.
આ કેસની હકીકત એવી છે કે રાજમોતી ઇન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીના ભાગીદારો સમીર મધુકાંતભાઈ શાહ તથા શ્યામ મધુકાંતભાઈ શાહને તેમની ભાગીદારી પેઢીના વિકાસ માટે નાણાકીય સવલતોની જરિયાત હોવાથી કન્સોર્ટિયમ ફાઇનાન્સ અંડર લીડ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા કે જેમાં બેંક ઓફ ઇન્ડીયા, પરાબજાર શાખા, રાજકોટનો સમાવેશ થાય છે તે સહિતની બેંક ઓફ ઇન્ડિયામાંથી સી.સી. વ્યવહાર હેઠળ ા.૨૧–૨૫ કરોડની સી.સી. મંજૂર કરવામાં આવી હતી. જેમાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝનું લોન ખાતું એન.પી.એ. થતાં બેંક ઓફ ઇન્ડિયાએ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો પાસે બેંકની લેણી રકમ તેમજ ઓવરડુ રકમની માંગણી ક૨તાં સમીર મધુકાંતભાઈ શાહ અને શ્યામ મધુકાંતભાઇ શાહે બેંક ઓફ ઇન્ડિયાને ા. ૬૫ લાખનો ચેક આપ્યો હતો. સદરહત્પ ચેક બેંક ઓફ ઇન્ડિયાએ શ્રી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના લોન ખાતામાં રજૂ ક૨તાં વગર વસુલાતે ૫૨ત ફ૨તાં બેંક ઓફ ઇન્ડીયાએ રાજકોટ ચીફ જયુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં એન.આઈ. એકટની કલમ–૧૩૮ હેઠળ કેસ દાખલ કર્યેા હતો. આ કેસમાં ફરિયાદી બેંક ઓફ ઇન્ડીયા તરફથી રજુ ક૨વામાં આવેલ પુરાવાઓ તેમજ દલીલો ધ્યાને લઈ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીના ભાગીદારો સમીર મધુકાંતભાઈ શાહ તથા શ્યામ મધુકાંતભાઈ શાહને એન.આઈ. એકટની કલમ–૧૩૮ ના ગુન્હા હેઠળ તકસીરવાર ઠરાવી પ્રત્યેક આરોપીને એક – એક વર્ષ અને ૬ માસ એટલે કે ૧૮ માસની સાદી કેદની સજા તેમજ ચેક મુજબની ૨કમ વળત૨ પે એક માસમાં આરોપીઓએ ફરિયાદી બેંક ને ચુકવી આપવી, જો વળત૨ની રકમ એક માસમાં આરોપી ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હત્પકમ કર્યેા છે. આ કેસમાં બેંક વતી વકીલ તરીકે તણ એસ. કોઠા૨ી, રાજ ટી. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech