પશ્ચિમ રાજકોટના કાલાવડ રોડ ઉપર વોર્ડ નં.૧૧માં આવેલી મોટામવા ટીપી સ્કિમ નં.૧૦ના ફાઇનલ પ્લોટ નં.૭૩–બી જે લમીના ઢોરા વિસ્તારમાં ગ્રેસ કોલેજ નજીક આવેલો છે ત્યાં આગળ રાજકોટનો સર્વપ્રથમ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ બનાવવા માટે મહાપાલિકા દ્રારા નિર્ણય કરાયો છે. આ પ્લોટને પાર્ટી પ્લોટ તરીકે ડેવલપ કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
રાજકોટ શહેરમાં લ પ્રસગં તેમજ અન્ય પારિવારિક ઉજવણી માટે પાર્ટી પ્લોટનો ક્રેઝ દિવસેને દિવસે વધવા લાગ્યો છે. જેમાં મધ્યમ વર્ગના પરિવારો પણ દેખાદેખીથી અંજાઇ મોંઘા પાર્ટી પ્લોટ ભાડે રાખી ખર્ચના ખાડામાં ઉતરી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ હવે ત્રણ વોર્ડને લાગુ પડે તે રીતે વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.૧૦ના ફાઇનલ પ્લોટ નં.૭૩–બીના પ્લોટ ઉપર પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મનપાના લહોલની માફક પાર્ટી પ્લોટ પણ વ્યાજબી ભાવથી ભાડેથી આપવામાં આવશે. હાલ પાર્ટી પ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના સુત્રોમાંથી પ્રા થયેલ વિગત મુજબ શહેરના ત્રણેય ઝોનમાં પ્રસંગોની ઉજવણી માટેના પાર્ટીપ્લોટ બનાવવાનો નિર્ણય મનપા દ્રારા લેવામાં આવ્યો છે. ત્રણેય ઝોનના છેવાડાના વિસ્તારોમાં મહાનગરપાલિકાના ખાલી પ્લોટનો સર્વે હાથધરવામાં આવ્યો છે. જે અંતર્ગત સૌપ્રથમ વોર્ડ નં.૧૧માં વિશાળ પાર્ટીપ્લોટ બનાવવામાં આવશે. મનપાના લહોલ લસરાની સિઝન દરમિયાન કાયમી હાઉસફલ થઈ જતા હોય છે. પરંતુ અમુક પરિવારો પાર્ટીપ્લોટમાં પોતાના સંતાનોના લનું આયોજન કરવાનું વિચારતા હોય છે. જેની સામે પ્રાઇવેટ પાર્ટીપ્લોટમાં પણ સિઝન દરમિયાન અગાઉથી બુંકીંગ થઈ જતુ હોય અને ભાડા પણ વધારે હોવાથી અમુક પરિવારો પાર્ટીપ્લોટ ભાડે રાખી શકતા નથી. આથી મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૧૧માં પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના ખાલી પ્લોટ ઉપર પાર્ટી પ્લોટની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે પૂર્ણ થયા બાદ તુરતં પાર્ટીપ્લોટનું કામ શ કરવામાં આવશે. જેને સંભવત એક વર્ષ જેટલો સમય લાગે તેમ જાણવા મળેલ છે. છતાં આવતા વર્ષથી મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટનો લાભ મધ્યમ પરિવારોને મળે તેવી સંભાવના જોવાઇ રહી છે.
મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૧૧માં પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ બજેટ વખતે પણ ચર્ચા હાથ ધરાયેલ કે, ત્રણેય ઝોનમાં પ્રથમ એક–એક પાર્ટી પ્લોટ બનાવવામાં આવે યારે સ્માર્ટ સીટી અટલ સરોવર ખાતે પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ અટલ સરોવરનું તમામ સંચાલન પ્રાઈવેટ એજન્સીને આપવામાં આવેલ હોય આ પાર્ટી પ્લોટનો ઉપયોગ મોંઘો સાબિત થઈ રહ્યો છે. જેના લીધે લોકો પોતાના ઘરથી નજીક અને પોતાના વિસ્તારમાં મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ બનાવે તેવી ઈચ્છી રહી હોવાથી સર્વપ્રથમ વોર્ડ નં.૧૧માં પાર્ટીપ્લોટ તૈયાર કરાશે ત્યાર બાદ ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં મહાનગરપાલિકા જગ્યાનો સર્વે કરી પાર્ટી પ્લોટ તૈયાર કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech