આવતીકાલે રાજકોટ બંધના એલાનને સમસ્ત જનતાએ સમર્થન આપ્યું છે અને આવતીકાલે રાજકોટની તમામ બજારો બધં રાખીને વેપારીઓ પણ સ્વૈચ્છિક ધોરણે આ બંધના એલાનમાં જોડાઈને મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવશે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલી ઘટના ટીઆરપી કાંડ જેમાં ૨૭ લોકો અિ કાંડમાં હોમાઈ ગયા હતા. આ નિર્દેાષ જિંદગી અને તેમના પરિવારજનોને ન્યાય મળે તેમ જ કાળા અક્ષરોમાં અંકિત થયેલી આ ઘટના ને આવતીકાલે એક મહિનો થશે ત્યારે તેમના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કોંગ્રેસ દ્રારા આવતીકાલે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં દરેક નાગરિકો તેમજ વેપારીઓએ સ્વયંભૂ બંધના એલાનમાં જોડાવા માટે ખાતરી આપી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ધર્મેન્દ્ર રોડ ,ઘી કાંટા રોડ, ગુંદાવાડી, હોલસેલ ટેકસટાઇલ માર્કેટ એસોસિએશન, ગોલ્ડ ડીલર,જેમ્સ એન્ડ વેલરી, ઇમિટેશન જવેલરી એસો, લાખાજીરાજ રોડ,દાણાપીઠ એસોસિયેશન,સાંગડવા ચોક એસોસિએશન બંગડી બજાર સહિત રાજકોટમાં આવેલી તમામ બજારોના પ્રતિનિધિઓએ સ્વયંભૂ ધોરણ એ બધં રાખવા માટે નિર્ણય લીધો છે. જેને તમામ વેપારીઓએ હકારાત્મક પ્રતિસાદ આપીને આવતીકાલે અડધો દિવસ માટે ધંધા રોજગાર બધં રાખીને અિકાંડના ભાવાંજલિ અર્પણ કરી અને તેમને ન્યાય મળે તેવી પ્રાર્થના કરશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈશ્નવે જણાવ્યું હતું કેે, આવતીકાલે બંધના એલાનમાં જે વેપારીઓ સ્વૈચ્છીક રીતે જોડાવવા ઈચ્છતા હોય તેઓ જોડાઈ શકે છે. બંધનું એલાન ચેમ્બર આપી ન શકે તેવું કહી ઢાંકપીછોડો કર્યેા હતો. ચેમ્બર ઓફ કોમર્સ રાજકીય હાથો બનવા ઈચ્છતું નથી તેવું જણાવી પ્રમુખે જણાવ્યું હતુે કે, સ્વૈચ્છીક ધોરણે વેપારીઓ તેમના ધંધા રોજગાર બધં રાખી શકે છે.
આજે રાજકોટમાં અિકાંડના પીડીતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહએ પત્રકાર પરિષદ પણ યોજી હતી અને જેમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્રારા જે બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમાં વેપારીઓ સ્વયંભૂ રીતે જોડાવાના છે જેના માટે અમે વેપારીઓનો આભાર માનીએ છીએ.આવતીકાલે આ બંધના એલાનમાં રાજકોટ કોચિંગ કલાસીસ એસોસિએશન સંચાલિત તમામ કલાસીસ પણ બધં રાખી અને દિવાંગતોને શ્રદ્ધાંજલિ પાઠવશે યારે શાળા સંચાલક મંડળ એસોસિએશન દ્રારા દરેક શાળાઓની વ્યકિતગત રીતે નિર્ણય લેવા માટે જણાવ્યું છે. વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં એક મહિના બાદ પણ હજુ સુધી જવાબદારો સામે ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી, સરકાર દ્રારા અિકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે તેમજ રાજકીય પક્ષા પક્ષીથી દૂર રહી અમે આ હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અડધો દિવસ ધંધા રોજગાર બધં રાખી ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરીશું કે જલ્દીથી પીડિતોના પરિવારને ન્યાય મળે.
બંધમાં નહીં જોડાનાર વેપારીઓનો વીડિયો વાયરલ કરાશે: ગોહિલ
રાજકોટ મહાનગરપાલિકાના બેદરકારી અને ભ્રષ્ટ્ર શાસનને પગલે તારીખ ૨૫ મે ના રોજ બનેલી ટીઆરપી ગેમ ઝોનની અત્યતં દુ:ખદ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વહાલ સોયા માસુમ બાળકો અને પરિવારના સભ્યો ગુમાવ્યા છે. મૃતકો ની માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાય સભાના સાંસદ શકિતસિંહ ગોહિલ દ્રારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે રાજકોટમાં ન્યાય મેળવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા જે મુદ્દાઓ ઉઠાવેલ છે અને શઆતથી જ રાજકોટ ની જનતાએ સાથ અને સહકાર આપ્યો છે રેસકોષે ખાતે કેન્ડલ માર્ચ થી લઈ શ્રદ્ધા સમનમાં રાજકોટ વાસીઓ ઉમટી પડા હતા. રાજકોટમાં લાલજીભાઈ દેસાઈ, જીેશભાઈ મેવાણી અને પાલભાઈ આંબલીયાની ટીમ દ્રારા જે ઘેર ઘેર ખૂણે ખૂણે જે પત્રિકાઓ પહોંચાડી દેવાઇ છે.
મોરબીની ઘટના, તક્ષશિલા કાંડ, વડોદરા ના હરણીકાંડ માં આજ દિન સુધી લોકોને ન્યાય મળેલ નથી અને રાજકોટમાં ગેમઝોનની ઘટનામાં પણ પરિવારોને ન્યાય મળશે કે કેમ તે શંકા છે ૨૫મી ઘટના એક મહિનો થયો માસિક પુણ્યતિથિ રાજકોટ સ્વયંભૂ બધં રહે દુકાનદાર વેપારી એસોસિયેશન સંપૂર્ણપણે સાથ આપેલ છે બંધમાં ટીમમાં અમારી ટીમો રસ્તા પર નીકળશે કોઈ જબરદસ્તી નહીં હાથ જોડીને વિનંતી કરાશે માનવતાના ધોરણે જો સહકાર આપે તો ઠીક છે બાકી જે લોકો બધં નહીં કરે તેવા વેપારીઓના સોશિયલ મીડિયામાં આવા બંધમાં ન જોડાનાર વેપારીઓ ના વિડીયો વાયરલ કરાશે સાગઠીયા ને પકડી લીધા એટલે બધું બરોબર નહીં એના બોસ પણ હતા બોસની પકડીને ધાક બેસાડવી જોઈએ.
આ પત્રકાર પરિષદમાં પ્રમુખ શકિતસિંહ ગોહિલ, ગુજરાત પ્રેસ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીેશભાઈ મેવાણી, પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, સેવાદળના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા મનીષભાઈ દોશી, રાજકોટમાં પ્રભારી બિપેન્દ્રસિંહ જાડેજા, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલભાઈ આંબલીયા, બળદેવભાઈ લુણી, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, સૌરાષ્ટ્ર્ર કચ્છના પ્રવકતા નિદત ભાઈ બારોટ, જશવંતસિંહ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSE બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 10ની પરીક્ષા વર્ષમાં લેવાશે બે વાર, ડ્રાફ્ટને મંજૂરી
February 25, 2025 11:43 PMઅમરેલી લેટરકાંડ: પોલીસ વડાના આકરા પગલાં, 8 PI અને 7 PSIની બદલી
February 25, 2025 11:30 PMરાજકોટ-અમદાવાદ હાઈવે પર કાળો કેર: ટ્રક-રિક્ષાની ભયાનક ટક્કરમાં 6ના મોત
February 25, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech