૭૦ ફરિયાદમાં અલગ–અલગ રાજયોની પોલીસ શોધી રહી હતી તેને રાજકોટ પોલીસે ઝડપી લીધો
સાયબર ફ્રોડ કરતી ટોળકીને બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું: રાજકોટના અરજદાર સાથે થયેલા ૮.૮૧ લાખના ફ્રોડમાં ઝડપી લીધો: એકાઉન્ટ ભાડે આપવા બદલ રાજસ્થાની શખસને ૪૦ હજાર મળ્યાતા
આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
ઓનલાઇન અલગ અલગ ટાસ્ક પૂરા કરવાનું કહી રાજકોટના યુવાન સાથે . ૮.૮૧ લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે રાજસ્થાની શખસને ઝડપી લીધો હતો. આ શખસે સાયબર ફ્રોડ કરનાર ટોળકીને પોતાનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું જે બદલ તેને પિયા ૪૦ હજાર મળ્યા હતા. આ શખસના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી ફ્રોડમાં મેળવી રકમ તેના એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હતી.એક મહિનામાં જ આ શખસના એકાઉન્ટમાં ૨ કરોડની રકમ જમા થઇ હતી. આ શખસ સામે અલગ અલગ રાજયોમાં મળી ૭૦ ફરિયાદો નોંધાઈ ચૂકી છે તેને અન્ય રાયની પોલીસ પણ શોધી રહી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના યુવાન સાથે ઓનલાઇન અલગ અલગ ટાસ્ક પૂરા કરવાના બહાને તેની સાથે ૮.૮૧ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને તપાસ શ કરી હતી. દરમિયાન ફ્રોડમાં ગયેલી રકમમાંથી પિયા ૨.૩૦ લાખ ગણપતલાલ ખટીક નામના શખ્સના એકાઉન્ટમાં ગઈ હોવાનું માલુમ પડું હતું. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એસીપી સી.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.એ.ઝણકાંટ, આર.જી. પઢિયારની રાહબરીમાં પીએસઆઇ એસ.પી. ભાયાણી તથા તેમની ટીમે તપાસ હાથ ધરી આરોપી ગણપતલાલ રામલાલ ખટીક (ઉ.વ ૩૧ રહે. ખોડીપ તા. ભદેસર, ચિત્તોડગઢ, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, આરોપીને સાયબર ફ્રોડ આચરતી ટોળકીએ રકમની લાલચ આપી જીએસટીવાળું બેન્ક ખાતું ખોલાવ્યું હતું. જેમાં પછી આ ગેંગના સભ્યોએ કરેલી ફ્રોડની રકમ જમા થતી હતી એક જ મહિનામાં આરોપીના બેંક ખાતામાં પિયા બે કરોડથી વધુની રકમ જમા થઈ હતી. ઝડપાયેલા આરોપી વિદ્ધ જુદા જુદા રાયોમાં ૭૦ જગ્યાએ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જેથી અલગ અલગ રાયની પોલીસ તેને શોધી રહી હતી. દરમિયાન રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે તેને ઝડપી લીધો હતો. આરોપીને બેન્ક એકાઉન્ટ ઉપયોગ કરવાના દેવાના બદલામાં .૪૦,૦૦૦ મળતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની તપાસમાં આ ગેંગના કેટલાક સભ્યોના નામ પણ ખુલવા પામ્યા છે. જેથી પોલીસે આ ગેંગને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના મુખ્ય સચિવ પદ પર પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો, કહ્યું- રાજ્યનો ઝડપી વિકાસ પ્રાથમિકતા રહેશે
January 31, 2025 06:02 PMજામનગર ટ્રાફિક શાખા દ્વારા પરવાહ રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
January 31, 2025 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech