સહકારી ક્ષેત્રમાં પ્રતિ ાનો જગં બનેલી રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણીમાં બે જુથ આમને સામને હતી અને પ્રથમ વખત મતદાન ડીરેકટરોની પસંદગી માટે થતાં કુલ ૯૬.૩૯ ટકા મતદાન થયું હતું અને આવતીકાલે સવારે મત ગણતરી હાથ ધરાશે. જેમાં કયા જુથનો વિજય થયો તે સવારમાં જ સ્પષ્ટ્ર થઈ જશે.
કો–ઓપરેટીવઈલેકશન ઓથોરીટી, મીનીસ્ટ્રી ઓફ કો–ઓપરેશન ન્યુ દિલ્હી દ્રારા રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણી માટે અધિકારી તરીકે રાજકોટ જિલ્લ ા કલેકટરને જવાબદારી સોંપાઈ હતી. ગુજરાતમાં પ્રથમ વખત મલ્ટી સ્ટેટ કો–ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડીરેકટરની ચૂંટણી થઈ હતી. સાંજે ૪ વાગ્યા સુધીમાં મતદાન મથકો પર ૯૬.૩૬ ટકા મતદાન થયુ હતું. જેમાં જેતપુર, સુરત અને મુંબઈમાં સો ટકા મતદાન થયું હતું. બીજા ક્રમે મોરબી ૯૭.૬૭, ત્રીજા ક્રમે ૯૬.૪૩ ટકા સાથે રાજકોટ સરેરાશ ૯૬.૩૯ ટકા મતદાન ૧૩ બેઠકો માટે થયું હતું.
નાગરીક બેંકના જુના જોગી એવા પરિવારના બે જુથ વચ્ચે બે પેનલો સામસામે ઉભી રહી હતી. આ બેંકની ચૂંટણીનો જગં પ્રતિ ાભર્યેા બન્યો હતો. કઈં પણ બની શકે એવી ચર્ચાઓ ચાલતીહતી. જોકે, શાંતિપુર્ણ મતદાન થતાં મતદારો બેંક સાથે જોડાયેલા અધિકારીઓ, પદાધિકારીઓ અને કલેકટર તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.
આવતીકાલે તા.૧૯ના રોજ સવારે ૮ કલાકે ૧૫૦ ફત્પટ રીંગરોડ પર આવેલી નાગરીક બેંકની મુખ્ય બેંક ખાતે મતદાન ગણતરીનો આરભં થશે. મત ગણતરી પ્રક્રિયા માટે કલેકટર તત્રં દ્રારા આજે ૧૦૦ જેટલા સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. આવતીકાલે જરૂરી બંદોબસ્ત સાથે મત ગણતરી હાથ ધરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech