રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતું રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ આજે સવા લાખ મણ ઘઉંની આવકથી છલકાઇ ઉઠ્યું હતું.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, હિસાબી કામકાજ સબબ માર્ચ એન્ડિંગની છ દિવસની રજા બાદ ગત સાંજથી તમામ જણસીઓની આવકો શરૂ કરાઇ હતી જે આજે સવારે સુધી ચાલુ રહી હતી અને ખેડૂતોના વિવિધ જણસીઓ ભરેલા કુલ ૨૦૦૦થી વધુ વાહનોને યાર્ડમાં પ્રવેશ અપાયો હતો જેમાં સૌથી વધુ સવા લાખ મણ ઘઉંની આવક થઇ હતી, જ્યારે આવક વધવા છતાં ભાવ જળવાયેલા રહ્યા હતા. ઘઉં ઉપરાંત રાય, રાયડો, મેથી, ધાણા, જીરૂં, મગફળી સહિતની જણસીઓની પણ સારી માત્રામાં આવક થઇ હતી. રાયડા અને સોયાબિનના ભાવમાં ખુલતી બજારે વધારો નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ એક સપ્તાહની રજા બાદ આજથી ધમધમ્યા છે અને રવિ પાકની તમામ જણસીઓની મબલખ આવક થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech