રાજકોટના જાણિતા કિડની સ્પેશિયાલિસ્ટ ડો. સંજય પંડ્યાના ડોકટરો માટેના લોકપ્રિય પુસ્તક ફ્લુઈડ થેરાપીની 2024 આવૃત્તિનું વિમોચન થયું હતું. આ પુસ્તક છેલ્લા 20 વર્ષથી ભારતમાં ડોકટરોમાં સૌથી વધુ ઉપયોગી અને વંચાતું પુસ્તક છે. જેની 1 લાખથી વધુ કોપી વેચાઈ ગઈ છે. હવે આ પુસ્તકની વેબસાઈટ અમેરિકામાં લોન્ચિંગ કરવામાં આવી છે.
એમેરિકાના સાન ડીયેગો ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી (ASN)ની કોન્ફરન્સમાં આ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. વિશ્વભરના કિડની ડોકટરોએ આ વેબસાઇટ ગમી, ઉપયોગી લાગી અને પ્રશંસા પણ કરી છે.
આપણી 40 ભાષામાં ઉપલબ્ધ કિડની એજ્યુકેશન વેબસાઈટ (www.KidneyEducation.com)નો ફાયદો વિશ્વભરમાં કિડનીના દર્દીઓને થાય છે તે રીતે આ ફ્લુઈડ થેરાપી વેબસાઈટનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ડોકટરોને ફ્લુઈડ થેરાપીની અગત્યની લેટેસ્ટ માહિતીઓ અને માર્ગદર્શન વિનામૂલ્યે મળી રહે તે છે. ડોકટરો માટે ઉપયોગી આ વેબસાઈટ દાખલ થયેલા દર્દીઓને ચડાવવામાં આવતા આઈ.વી. બાટલાની સારવાર પર છે. એટલે કે, દર્દીને ચડાવવામાં આવતા સોલ્ટ અને વોટરનું વિજ્ઞાન.
રાજકોટના કિડની રોગના નિષ્ણાંત ડો.સંજય પંડ્યાએ કિડની એજ્યુકેશન વેબસાઈટ બનાવી છે. જે વિશ્વભરમાં આ સ્લોગનને પૂર્ણ કરી યથાયોગ્ય માહિતી આપતી એકમાત્ર વેબસાઈટ છે. 40 ભાષામાં ઉપલબ્ધ વેબસાઈટનાં માધ્યમ દ્વારા નિઃશુલ્ક માહિતી આપતી હોવાના કારણે આ વેબસાઈટનો લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઈ પણ ખૂણેથી ફ્રી લઈ શકે છે.
2006માં સૌપ્રથમ ગુજરાતી ભાષામાં પુસ્તક પ્રકાશિત કર્યું
વર્ષ-2006માં ડો. પંડ્યાનું ગુજરાતી ભાષામાં આ પુસ્તક પ્રકાશિત થયું હતું. અત્યંત સરળ ભાષામાં લખાયેલા આ પુસ્તકમાં કિડનીના રોગ, તેના ચિહ્નો, બચવા માટેના ઉપાયો, નિદાન, સારવાર સહિતના તમામ મુદ્દાઓને અત્યંત સરળ ભાષામાં સમાવવામાં આવી છે.
વેબસાઇટમાંથી પુસ્તક ફ્રિ ડાઉનલોડ કરી શકાય છે
ડો. પંડ્યા નેફ્રોલોજીના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તેમના આ પુસ્તકની ખ્યાતિ પણ દેશ-વિદેશમાં ફરી વળી છે. ડો. પંડ્યાએ એ પુસ્તકનો લાભ વિશ્વનો દરેક નાગરિક લઇ શકે એ માટે એ પુસ્તકની વેબસાઇટ તૈયાર કરી છે. www.kidneyeducation.com વેબસાઇટ ઉપરથી કોઇ પણ વ્યક્તિ આખું પુસ્તક ફ્રી ડાઉનલોડ કરી શકે છે. 100થી વધુ કિડની નિષ્ણાંતોની માહિતી આ પુસ્તકમાં જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech