રાજકોટ ૨૯મા ક્રમે ફેંકાયું

  • January 11, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૦૨૪ના કેલેન્ડર વર્ષના પ્રારંભે રાજકોટવાસીઓ માટે બેડ ન્યુઝ છે કે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ દેશભરમાં ૭મા ક્રમે હતું ત્યાંથી ૨૯મા ક્રમે ફેકાઈ ગયું છે આજે જાહેર થયેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ના પરિણામોમાં સમગ્ર દેશમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ સ્વચ્છતા ઝુંબેશના નામે માત્ર વાતોના વડા જ કર્યા હોવાનું હવે પુરવાર થયું છે. મહત્વપૂર્ણ છે કે, દેશમાં એક લાખથી વધુ વસતી ધરાવતા શહેરો વચ્ચેની સ્વચ્છતા હરિફાઈમાં પણ રાજકોટે નાક કપાવ્યું છે અને ૨૯મો ક્રમ મેળવ્યો છે. યારે દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરો વચ્ચેની સ્વચ્છતા હરિફાઈમાં રાજકોટ અગાઉ સાતમા ક્રમે હતું ત્યાંથી છેક ૧૫મા ક્રમે ફસકી ગયું છે. અત્યતં શરમજનક કહી શકાય તેવા આ સમાચારો બહાર આવ્યા બાદ તેની પુષ્ટ્રી કરવા માટે પણ અધિકારીઓ કે ઈજનેરો ફોન રિસીવ કરતા ન હતા.

દરમિયાન આવું કેમ બન્યું ? રાજકોટ કેમ ૭માથી ૧૫મા ક્રમે ફેંકાઇ ગયું ? તે અંગેની વિશેષ વિગતો મેળવવા નવી દિલ્હી ખાતે સમારોહમાં હાજરી આપવા ગયેલા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ–ઇજનેરોનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા અમુકના મોબાઇલ ફોન નો–રિપ્લાય થયા હતા તેમજ અમુકએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા હતા.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સ્ટાફની મોબાઇલ ફોન રિસીવ નહીં કરવાની આદતના કારણે પણ રાજકોટ સ્વચ્છતામાં છેક ૧૫મા ક્રમે ફેંકાઇ ગયું હશે તેમ કહેવામાં બિલકુલ અતિશયોકિત નથી.

ગુજરાતના લોકો સ્વચ્છતા મામલે દેશ માટે એક ઉદાહરણ પે બન્યા છે. તેમાં પણ સુરત શહેરે ગર્વ વધાર્યેા છે.આ વર્ષે ઈન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સ્વચ્છતાના ક્રમે સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સ્વચ્છતા કર્મીઓને મહાપાલિકાના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યાહતા.  છેલ્લા ૭ વર્ષમાં પ્રથમ વખત ઈન્દોર સિવાય અન્ય કોઈ શહેર નંબર વન પર સ્થાન મળ્યું છે. રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે આ એવોર્ડ આપ્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ની થીમ કચરાના અસરકારક વ્યવસ્થાપન પર ભાર મૂકવાની સાથે વેસ્ટ ટુ વેલ્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૪,૪૭૭ શહેરોમાં ફાળવવામાં આવેલા ૯,૫૦૦ પોઈન્ટસમાંથી ઈન્દોર અને સુરત બંનેએ સૌથી વધુ માકર્સ મળ્યા છે.


રાજકોટ ટોપ ૧૦ની યાદીમાંથી બાકાત

(૧) ઈન્દોર અને સુરત
(૨) નોટ એપ્લીકેબલ
(૩) નવી મુંબઇ
(૪) વિશાખાપટ્ટનમ
(૫) ભોપાલ
(૬) વિજયવાડા
(૭) એનડીએમસી
(૮) તિપતિ
(૯) ગ્રેટર હૈદરાબાદ
(૧૦) પુણ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application