બિનખેતીની કામગીરીના મામલે સમગ્ર રાયમાં રાજકોટ જિલ્લો નંબર વન

  • January 04, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેતીલાયક જમીનને બીન ખેતીમાં ફેરવવા માટેની કામગીરીમાં રાજકોટ જીલ્લો સમગ્ર રાયમાં નંબર વન રહ્યો છે તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તાજેતરમાં યોજાયેલા પ્રિ વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત જે વાતાવરણ ઊભું થયું છે તેના કારણે રાજકોટ જિલ્લામાં ઉધોગકારો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને રોકાણ થઈ રહ્યા છે તેમ જણાવતા કલેકટરે કહ્યું હતું કે બિનખેતીની ફાઈલોની સંખ્યામાં ૩૦ ટકાનો અને જમીનના ક્ષેત્રળમાં ૫૦% નો વધારો રાજકોટ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં આવી કામગીરી વધુ પ્રમાણમાં જોવા મળે છે. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૨ ના વર્ષમાં બિનખેતીને લગતી ૧૮૮૭ અરજીઓ આવી હતી યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૨૪૫૪ અરજીઓ આવી છે જે ૩૦ ટકાનો વધારો સૂચવે છે. રાજકોટ જિલ્લા કલેકટર તત્રં દ્રારા આવેલી અરજીઓનો સમયસર નિકાલ અને પોઝિટિવ અભિગમ દાખવવામાં આવ્યો હોવાથી પેન્ડન્સી લગભગ ઝીરો આસપાસ રહેવા પામી છે. ૨૦૨૨ માં કુલ ૬૮,૧૮,૬૦૦ સ્કવેર મીટર જમીન બીન ખેતી કરવામાં આવી હતી. યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૧,૦૨,૩૧,૫૯૯ સ્કવેર મીટર જમીન બિનખેતી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application