રાજકોટ જિ. પં.ના ટેકનિકલ સ્ટાફની બદલી સામેનું સ્પીડ બ્રેકર હટાવો: મંત્રી બાવળિયા મેદાનમાં

  • August 07, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેકનિકલ કર્મચારીઓની જિલ્લા ફેર બદલી કરવાનો સરકારે નિર્ણય કર્યો હોવા છતાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ટેકનિકલ કર્મચારીઓની બદલીની ઓનલાઇન અરજીઓ રિજેક્ટ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદનો મામલો કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સમક્ષ પહોંચ્યો છે.


કુંવરજીભાઈ બાવળિયા એ આ બાબતે પંચાયત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડને પત્ર પાઠવી ને જણાવ્યું છે કે સરકારે તારીખ ૮ જુન ૨૦૨૩ ના ઠરાવથી આંતર જિલ્લા ફેર બદલી કરવા માટે ઓનલાઇન અરજીઓ માગી છે. આ મુજબ તા.૧૨ થી ૨૧ જૂન દરમિયાન રાજકોટ જિલ્લાના ક્લાસ ૩ કેડરના સ્ટાફ દ્વારા આવી અરજીઓ કરવામાં આવી છે. પરંતુ અધિક મદદનીશ ઇજનેર કેડરમાં સ્ટાફના અભાવે રાજકોટ જિલ્લા કક્ષાએથી આવી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. આ પ્રકારના નિર્ણયના કારણે છ વર્ષ કે તેથી વધુ સમયથી રાજકોટ ખાતે ફરજ બજાવતા અન્ય જિલ્લાના વર્ગ ત્રણ ના કર્મચારીઓને સરકારની નીતિ મુજબ બદલીનો લાભ મળી શકતો નથી અને આવા તમામ કર્મચારીઓ અન્યાયનો ભોગ બને તેવી સ્થિતિ છે. આ બાબતને ધ્યાનમાં રાખી ઓનલાઈન પોર્ટલ ખોલી જિલ્લા વિકાસ અધિકારીઓને આવી અરજીઓ આગળ ફોરવર્ડ કરવા સૂચના આપવા કુંવરજીભાઈ બાવળીયાએ માગણી કરી છે.
​​​​​​​
અત્રે એ ઉલ્લેખનીય છે કે ટેકનિકલ કર્મચારીઓ દ્વારા આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય નિરાકરણ નહીં આવતા સમગ્ર મામલો ગાંધીનગર પહોંચ્યો છે અને જિલ્લા પંચાયતના ટેકનિકલ સ્ટાફ દ્વારા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સમક્ષ રજૂઆત કરતા તેમણે પંચાયત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડને મળીને કર્મચારીઓને અન્યાય ન થાય તે મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application