રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયુ છે. ત્યારે RMC ચીફ ઓફિસર ઠેબા સામે ACBની તપાસમાં 80 લાખ જેવી કિંમતની અપ્રમાણસર મિલ્કત મળી આવતા રાજકોટ એ.સી.બી.માં ગુન્હો નોંધાયો.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર ઠેબા સામે એસીબીની તપાસમાં પ્લોટ, મકાન તેમજ રોકડ મળી સરકારી કિંમત મુજબ 80 લાખ જેવી કિંમતની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. જેને લઈને રાજકોટ એ.સી.બી.માં ગુન્હો નોંધવામાં આવ્યો છે.
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ડેપ્યુટી ફાયર ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં બી.જે. ઠેબા વિરુદ્ધ અપ્રમાણસાર મિલ્કત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ એસીબી દ્વારા ભીખા ઠેબાની ધરપકડ પણ કરવામાં આવી છે. તપાસમાં 67.27% અપ્રમાણસાર મિલકત એસીબીની તપાસમાં મળી આવી છે. આ ઉપરાંત મહત્વના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે. તેમજ એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં બીજે ઠેબાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનું પણ ખુલ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામકંડોરણામાં વરસાદી માહોલ, બે કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો
June 30, 2024 03:12 PMગોંડલ : નેશનલ હાઇવે પર ખાનગી બસ પલટી મારી જતાં અકસ્માત,, સદનસીબે કોઈ જાનહાનિ નહિ
June 30, 2024 03:11 PMપીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને કર્યો કોલ, એક એકની સિદ્ધિના કર્યા વખાણ
June 30, 2024 12:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech