રાજકોટ એસટીની વિજિલન્સ ટીમ ત્રાટકી ચોટીલા હાઇવેથી ટ્રાવેલ્સની ૭ બસ ડિટેઇન

  • January 22, 2025 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની વિજિલન્સ ટીમ દ્રારા ચોટીલા હાઇવે ઉપર સઘન ચેકિંગ કરી વિવિધ ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓની સાત બસ ડિટેઇન કરવામાં આવી હતી. ચોટીલા હાઇવે ઉપરના એસટી બસ સ્ટોપ નજીક સતત ખાનગી બસોનો ખડકલો રહેતો હોય અને તેના કારણે ટ્રાફિક જામ થતો હોય આ બાબત રાજકોટથી અમદાવાદ જઇ રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા તેમણે આ મુદ્દે કરેલી ટકોર બાદ એસટી તત્રં અને પોલીસ તત્રં દ્રારા સંયુકત કાર્યવાહી કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડિવિઝનની વિજિલન્સ ટીમ ચોટીલા હાઇવે ઉપર ત્રાટકી હતી અને સીઓ ચેકિંગ તેમજ નો–પાકિગ ઝોનના ભગં અંગે ચેકિંગ કરતા એસટી બસ સ્ટોપ વિસ્તારમાં પોલીસ સ્ટાફને સાથે રાખીને સઘન ચેકિંગ હાથ ધયુ હતું, જે દરમિયાન બે મિની બસ તેમજ પાંચ મોટી લકઝરી બસ મળી કુલ સાત બસ ડિટેઇન કરવામાં આવી હતી, જેમાંથી મોટા ભાગની બસો રાજકોટની બે થી ત્રણ નામાંકિત ટ્રાવેલ્સ કંપનીઓની હોવાનું જાણવા મળે છે. મોડી રાત્રી સુધી કાર્યવાહી કરાઇ હતી જેમાં પોલીસ સ્ટાફ ઉપરાંત રાજકોટ એસટી ડિવિઝનની વિજિલન્સ ટીમના પ્રહલાદસિંહ રાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલામાં એસટી ડેપો ગામની અંદર આવેલો છે પરંતુ ત્યાં સુધી ખૂબ ઓછા મુસાફરોને જવાનું હોય છે, ચોટીલા આવતા મોટા ભાગના મુસાફરો મંદિરના દર્શનાર્થે જ આવતા હોય છે આથી તેઓ હાઇવે ઉપર જ તળેટી પાસેના એસટી બસ સ્ટોપ પાસે જ ઉતરતા હોય તમામ ખાનગી વાહનો હાઇવે ઉપરના એસટી બસ સ્ટોપ પાસે સ્ટોપ કરે છે જેના લીધે હાઇવે ઉપર બસ સ્ટોપ પાસે સતત ટ્રાફિક જામ રહ્યા કરે છે. દરમિયાન રાજકોટથી અમદાવાદ જઇ રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓને ચોટીલાના ટ્રાફિકનો બે–ચાર વખત કડવો અનુભવ થયા બાદ કડક આદેશ જારી થતા હવે કાર્યવાહી શ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application