રાજકોટઃ રેલનગર અંડરબ્રિજ કાલે સવારે આઠ વાગ્યાથી કરાશે બંધ, બે મહિના સુધી રહેશે બંધ

  • September 28, 2023 10:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગર અન્ડરબ્રિજના સમારકામને લઈને રેલનગર અંડરબ્રિજ બે મહિના સુધી બંધ કરવામાં આવશે. આવતીકાલે 29 સપ્ટેમ્બર 2023થી બે મહિના માટે બંધ કરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ કમિશનરના 27 સપ્ટેમ્બર 2023 ના જાહેરનામા મુજબ આ બ્રિજ અવરજવર માટે બંધ રહેશે. આ સમય દરમ્યાન નાગરિકો માધાપર ચોકડી અને પોપટપરા નાલાવાળા રસ્તાનો અવરજવર માટે ઉપયોગ કરી શકશે.


રાજકોટ શહેર ખાતે આવેલ રેલનગર અંડરબ્રિજ ખાતે પ્રેશર ગ્રાઉટીગ કરી નવું સી.સી.કામ કરવાનું હોવાથી આ કામગીરી દરમ્યાન આ અંડર બ્રિજ ખાતેથી પસાર થતાં તમામ પ્રકારના વાહનોની અવર જવર પર કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધ ફરમાવ્યો છે.

         

આગામી બે માસ સુધી અંડર બ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અંડરબ્રિજ ખાતેથી પસાર થતા તમામ પ્રકારના વાહનની અવરજવર બંધ રાખી રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે મુજબ રેલનગર મેઇન રોડથી રેલનગર અંડરબ્રિજ થઈ જામનગર રોડ તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો રેલનગર મેઈન રોડ- પોપટપરા મેઇન રોડ અને પોપટપરા નાલામાં થઈ રેલ્વે સ્ટેશન મેઇન રોડથી અવરજવર કરી શકશે. જામનગર રોડ સાંઢીયા પુલથી રેલ નગર તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો જામનગર રોડ માધાપર ચોકડી થઈ મોરબી બાયપાસ મેસૂર ભગત ચોક થી સંતોષીનગર મેઈન રોડથી રેલનગર તરફ અવર-જવર કરી શકશે. આ આદેશનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application