રાજકોટમાં બૂટલેગરે દારૂ સંતાડવા ગજબનું દિમાગ વાપર્યાનું સામે આવ્યું છે. સામાન્યા માણસ વિચારી પણ ન શકે તેવી જગ્યાએ દારૂ સંતાડીને બૂટલેગર દારૂની હેરાફરી કરતો હતો. જોકે આ વખતે તેનો કિમીયો કામ ન આવ્યો અને પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
રાજકોટ પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.જે. હુણ તથા કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન પોલીસ હેડ.કોન્સ્ટેબલ કિરતસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્સ્ટેબલ વાલજીભાઇ જીવાભાઈને મળેલ સયુંકત હકિકત આધારે ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટિંગ યાર્ડ તરફ જવાના રસ્તે મોમાઇ ટી સ્ટોલ પહેલા સર્વિસ રોડ ઉપરથી લોખંડના ઇલેક્ટ્રિક પેનલના બોક્સમાં કવરિંગ કરી તીર્થ ટ્રાવેલ્સની બસમાં વાપી ખાતેથી મોકલાવામાં આવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવી છે.
આરોપીઓ
૧) હાજર નહીં મળી આવેલ મારૂતી કંપનીની સુપર કેરી GJ-02-AT-3919નો ચાલક દારૂનો જથ્થો લેનાર અજાણ્યો ઇસમ
(૨) વાપી ખાતે થી દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો ઇસમ
મુદામાલ
(૧) બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૮૪ કિ.રૂ. ૮૨,૨૩૬
(2) 8 PM BLUE DELUX WHISKY ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-૯૫૦ કિ.રૂ. ૯૫,૦૦૦
(૩) મેજીક મુવમેન્ટ સ્મુથ ઓરેંજ ફ્લેવર્ડ વોડકા ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-૪૭૮ કિ.રૂ. ૭૪,૦૯૦
(૪) મેજીક મુવમેન્ટ સ્મુથ ગ્રીન એપલ વોડકા ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-૪૮૦ કિ.રૂ. ૭૩,૯૨૦
(૫) સ્ટરલીંગ રીર્ઝવ બી-૭ રેર બ્લેન્ડેડ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-૪૮૦ કિ.રૂ. ૭૨,૦૦૦
(૬) લોખંડના ઇલેક્ટ્રિક પેનલના બોક્સ નંગ-૧૪ કિ.રૂ. ૧૪,૦૦૦
(૭) મારૂતિ કંપનીની સુપર કેરી માલ વાહક વાહન નં.GJ-02-AT-3919 કિ.રૂ. 3,00,000
કુલ બોટલ નંગ-૨૪૭૨ કુલ કિ.રૂ. ૩,૯૭,૨૪૬ મળી કિ.રૂ. ૭,૧૧,૨૪૬નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાલડીમાં 100 કરોડના સોનાનો ઘટસ્ફોટ: 57 કિલો સોનું દાણચોરીથી લવાયું, બે આરોપીની શોધખોળ
March 18, 2025 09:02 PMવોટર કાર્ડને આધાર કાર્ડ સાથે કરાશે લિંક, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
March 18, 2025 08:59 PMગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech