રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે નામ જાહેર કરાયું છે. રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકોના મોત થયા હતા. આ મોટી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરતા અનેક અધિકારીઓની બદલીઓ કરી હતી. આ ઘટના બાદ રાજ્ય સરકારે તત્કાલિન શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી હતી. તેમના સ્થાને IPS અધિકારી બ્રિજેશ કુમાર ઝાને રાજકોટના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.
કોણ છે બ્રિજેશ કુમાર ઝા
બ્રિજેશ કુમાર ઝાએ રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અગાઉ તેઓ અમદાવાદ શહેરમાં સ્પેશિયલ પોલીસ કમિશનર, સેક્ટર-2 તરીકે કાર્યરત હતા. બ્રિજેશ કુમાર ઝા ગુજરાત કેડરના 1999 બેચના IPS અધિકારી છે. બ્રિજેશ ઝાના ફેસબુક પેજ મુજબ તે મૂળ ઝારખંડના દેવઘરના છે. તેમણે પોતાનો અભ્યાસ દિલ્હીની હિન્દુ કોલેજમાંથી કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડની પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં જ જુન માસમાં લેવા નિર્ણય
May 09, 2025 10:27 AMજસદણના ડૉ રામાણીને ગર્ભ પરીક્ષણ મામલે ૧૮ માસની સજા -૨૫ હજાર દંડ
May 09, 2025 10:26 AMન્યાયતંત્ર પર ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે દુબેને લગાવી ફટકાર
May 09, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech