રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા તથા તેમના લઘુબંધુ રવિરાજસિંહ અને કૌટંુબીક ભાઈ કાનભા પર ગત મોડીરાત્રીના જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક કુખ્યાત શખસ સન્ની પાજી અને તેના મળતીયાઓએ હોટલ પાસે છરી સહિતના હથીયાર વડે હત્પમલો કરતા કાનભાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. કૌટુંબીક ભાઈ કાનભાને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવના કલાકો બાદ પણ સત્તાવાર રીતે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સમાધાનના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના બાબતે રવિરાજસિંહે એવો ખુલાસો કર્યેા છે કે, અમારે કોઈ માથાકુટ નથી અને ઈજા પણ થઈ નથી. અંગત કામ માટે અમદાવાદ આવ્યા છીએ.
બનાવની ચર્ચાતી અને પોલીસના ખાનગી વર્તુળોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગઈકાલે મોડીરાત્રે દોઢેક વાગ્યાના અરસામાં હત્પમલાની આ ઘટના બની હતી. સન્ની પાજી કા ધાબા હોટલ નજીક ઘંટેશ્ર્વરમાં રહેતા કાનભા, ડે. મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા અને તેના ભાઈ રવિરાજસિંહ સમાધાન માટે ગયા હતા. જયાં માથાકુટ થતાં હોટલ સંચાલક અને અગાઉ ઘણી વખત વિવાદમાં આવી ચુકેલો પોલીસ ચોપડે પંકાયેલો કુખ્યાત સન્ની પાજી હોટલમાં હાજર મળતીયા સાથે વાત વાતમાં છરી લઈને તુટી પડયો હતો. સાગરીતો સાથે મળી ત્રણેય ભાઈઓ પર હત્પમલો કર્યેા હતો. હત્પમલામાં કાનભાને માથાના ભાગે, ડે. મેયર નરેન્દ્રસિંહને હાથમાં અને તેના ભાઈ રવિરાજસિંહને પણ ઈજા થઈ હોવાની ચર્ચા શરૂ થઇ હતી. કાનભાને રાત્રીના જ સારવાર અર્થે ૧૫૦ ફત્પટ રીંગરોડ પર આવેલી સીનર્જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
મોડીરાત્રીના જ કાનભાને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયા હોવાનું જાણવા મળે છે. ડે. મેયરને હાથમાં આંગળીના ભાગે ઈજા થઈ હોવાની ચર્ચા સામે આવી રહી છે. સમગ્ર ઘટના બાબતે એવી પણ વાતો ચાલી છે કે, બન્ને ભાઈઓને રાત્રીના અમદાવાદ લઈ જવાનું કારણ જો રાજકોટમાં સારવારમાં રહે તો બહોળુ મિત્ર વર્તુળ અને સંબંધો ધરાવતા હોવાથી હોસ્પિટલ પર મોટી સંખ્યામાં લોકો એકત્રીત થાય અને આ વાતને વધુ વેગ કે અન્ય કોઈ દિશામાં ફંટાય. આવું કઈં ન બને તે માટે બન્ને અમદાવાદ પહોંચ્યા હોય તેવું બની શકે. સમગ્ર ઘટના સંદર્ભે ડે. મેયર નરેન્દ્રસિંહના નાનાભાઈ રવિરાજસિંહે પોતાના સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં એવી સ્પષ્ટ્રતા કરી છે કે, ડે. મેયર અને તેમના ભાઈ પર થયેલા હત્પમલાના સમાચાર સોશ્યલ મીડીયામાં ચાલી રહ્યા છે આ બાબતે સ્પષ્ટ્રતા કરવામાં આવે છે કે, આ બનાવમાં ડે. મેયર પર હત્પમલાના સમાચાર ખોટા છે આ માત્ર અફવા છે તેના ઉપર કોઈએ ધ્યાન દેવું નહીં.
હત્પમલા બાબતે સ્પષ્ટ્રતા સાથે આજે સવાર સુધીમાં સત્તાવાર રીતે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી અને પોલીસ પણ મગનું નામ મરી પાડતી નથી. રાત્રે કંઈક મારામારી થઈ હતી તેવું માત્ર કથન કરાઈ રહ્યું છે અને ડે. મેયર કે તેના ભાઈ બાબતે કોઈ સ્પષ્ટ્રતા પોલીસ દ્રારા પણ કરાઈ નથી. બીજી તરફ સમગ્ર ઘટનામાં સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસે રાત્રીના જ સન્ની પાજી અને અન્યોને સકંજામાં લઈ લીધા હોવાની પણ વાત છે. પરંતુ હજુ સુધી આવું કઈં સત્તાવાર જાહેર થયું નથી.
જમવાના બીલ બાબતે ડખ્ખો, હોટલમાં તોડફોડ, પોલીસનો જાો ગોઠવાયો
જામનગર રોડ પરના સન્ની પાજીના ધાબામાં ગત મોડીરાત્રીએ થયેલી ધબધબાટીની ઘટનામાં બન્ને પક્ષે ઘરમેળે સમાધાન થઈ જતાં હાલ તુર્ત તો ફરિયાદ અટકી છે. પોલીસે પણ વહેલી સવારે સન્ની પાજીને મુકત કરી દીધો હોવાનું જાણવા મળે છે. સમગ્ર ડખ્ખામાં એવી વાત ચાલી રહી છે કે, ગતરાત્રે હોટલમાં ત્રણ વ્યકિત જમવા આવ્યા હતા અને વિજય ગઢવી નામના વ્યકિતએ બીલ લેવાની ના પાડી હતી. તે પહેલા જ બીલ લેવાઈ ગયું હતું. તે બાબતે બોલાચાલી થઈ હતી અને નરેન્દ્રસિંહ, રવિરાજસિંહ, કાનભા હોટલે પહોંચ્યા હતા. જયાં માથાકુટ થઈ હતી જેમાં હોટલમાં તોડફોડ થઈ હતી. આ ઉપરાંત સન્ની પાજી અને તેના માણસો તથા ડે. મેયર જુથ વચ્ચે ઝપાઝપી થતાં ઈજા થઈ હતી. સન્ની પાજીએ પોલીસ સમક્ષ આવું રટણ કયુ હતું. હાલના તબકકે ગતરાત્રી બાદ હોટલ પર પણ પોલીસનો ચુસ્ત જાો ગોઠવી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી મેયરના પરિવાર દ્રારા હોટલે અન્યને માથાકુટ થઈ હોય સમજાવટ માટે બન્ને ભાઈઓ ગયા હતા તેવું કહેવાયું છે અને હોટલ સંચાલક સન્ની પાજી તથા ડે. મેયર બન્ને પરિચીત પણ હોવાથી ગેરસમજ દુર થઈ છે અને ઘરમેળે સમાધાન થયાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech