રાજકોટ મનપાની ટેબલ ડાયરી ત્રણ મહિના વ્હેલી પ્રસિધ્ધ થશે

  • December 09, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્રારા દર વર્ષે નવા નાણાંકીય વર્ષના પ્રારંભે એપ્રિલ માસમાં પ્રસિધ્ધ કરાતી ટેબલ ડાયરી આ વર્ષે ત્રણ મહિના વહેલી કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી માસમાં પ્રસિધ્ધ કરવા તૈયારી શ કરી બ્રાન્ચ વાઇઝ સ્ટાફ અને મોબાઇલ નંબરની માહિતી માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અિકાંડ બાદ મહાપાલિકામાં મુખ્યત્વે ટાઉન પ્લાનિંગ અને ફાયર બ્રિગેડ બ્રાન્ચ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચમાં સામુહિક બદલીઓના ઓર્ડર થતા તેમજ બાંધકામ શાખામાં સિટી ઇજનેરો સહિતના અમુક ઇજનેરો વય નિવૃત તો અમુક સ્વૈચ્છિક રાજીનામું આપી વહેલા નિવૃત થતા વ્યાપક ફેરફારો થયા છે. કોઇના વોર્ડ, કોઇના ઝોન તો કોઇની બ્રાન્ચમાં ફેરફારો થયા છે, તો અમુક કિસ્સામાં હોદ્દા યથાવત રહ્યા છે અને તેમના પોર્ટફોલિયો બદલાવી નાખવામાં આવ્યા છે. આવા સંજોગોમાં જે નાગરિકો પાસે મહાપાલિકાની ટેબલ ડાયરી કે પોકેટ ડાયરી હોય તેઓ ડાયરીમાં લખેલા નંબર ઉપર કોલ કરે તો જેનું કામ હોય તેના બદલે અન્ય કોઇક ફોન રિસીવ કરે છે જેના કારણે અરજદારો ટલ્લે ચડે છે. કયારેક તો પદાધિકારીઓ કે કોર્પેારેટરોને પણ આવા કડવા અનુભવ થાય છે.
તા.૩૧ ડિસેમ્બર સુધીમાં તમામ લેટેસ્ટ માહિતી અને મોબાઇલ નંબર, પદાધિકારીઓ અને કોર્પેારેટરોના ફોટો, મ્યુનિસિપલ કમિશનર તેમજ ઓલ સ્ટાફ ગ્રુપ ફોટો સહિતની વિગતો એકત્રિત કરી સૌપ્રથમ પોકેટ ડાયરી અને ત્યારબાદ ટેબલ ડાયરી પ્રસિધ્ધ કરાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application