પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, કનક રોડ ઉપર 18 મિલકત સીલ

  • February 14, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાએ બાકી મિલ્કતવેરો વસૂલવા આજે 18 મિલકતો સીલ કરી હતી. વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, આજની રિકવરી ડ્રાઈવમાં વોર્ડ નં.3માં લોહાણાપરા મેઇન રોડ પર આવેલ રઘુનાથજી આર્કેડ સેક્ધડ ફ્લોર શોપ નં.213 ને સીલ, કૃષ્ણપરામા 1 યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.3.06 લાખ, વોર્ડ નં-7માં પેલેસ રોડ પર આવેલ સમર્થ સેક્ધડ ફ્લોર શોપ નં-201ને સીલ, ભૂપેન્દ્રરોડ પર આવેલ શિરોમણી કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-32 ને સીલ, કડીયાનવી લાઇનમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.2.95 લાખ.પેલેસ રોડ પર આવેલ આર.કે.કોમ્પ્લેક્ષમાં 1-યુનિટને સીલ, પેલેસ રોડ પર આવેલ સમર્થ સેક્ધડ ફ્લોર -201ને સીલ, પેલેસ રોડ પર આવેલ રાજ્શ્રુંગી કોમર્શિયલ કોમ્પ્લેક્ષફર્સ્ટ ફ્લોર શોપ નં-1 સીલ, ભૂપેન્દ્ર રોડ પર આવેલ શિરોમણી કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-4ને સીલ, કનક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.3.44 લાખ, વિજય પ્લોટમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ,59,599, લોહાણાપરામાં રઘુનાથ આર્કેડ સેક્ધડ ફલોર શોપ નં-218ને સીલ, વોર્ડ નં.15માં રામનાથ ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.3.70 લાખ, મારૂતી ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટની સીલ, વોર્ડ નં-17માંઢેબર રોડ પર આવેલ અટીકા શેરી નં-7 માં 1-યુનિટને સીલ, વોર્ડ નં-18માં પ્રગતી સોસાયટીમાં 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.83250, બોલબાલા રોડ પર આવેલ 1-યુનિટને સીલ, ઢેબર રોડ પર આવેલ નીલ એન્જીનીયરીંગના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.68,950નો ચેક, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.52,590, બોલબાલા રોડ પર આવેલ દીપક ટૂલ્સના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.40,000, ઢેબર રોડ પર આવેલ બ્રહ્મણી ઇન્ડસ્ટ્રીયલના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.88,900, હરી ઓમ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.80320ની રિકવરી કરાઇ હતી.
ઉપરોક્ત કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application