રાજકોટ : જિલ્લા વહીવટી તંત્રનું મેગા ડીમોલિશન, 50થી વધુ મકાનો તોડી પડાયા, રૈયા સ્માર્ટ સિટી પાસે 45 હજાર ચો. મી.જમીન પરનું દબાણ હટાવાયું

  • February 14, 2023 06:12 PM 

રાજકોટ : જિલ્લા વહીવટી તંત્રનું મેગા ડીમોલિશન, 50થી વધુ મકાનો તોડી પડાયા, રૈયા સ્માર્ટ સિટી પાસે 45 હજાર ચો. મી.જમીન પરનું દબાણ હટાવાયું


રાજકોટમાં આજે રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ડ્રિમ સિટી નજીક સરકારી ખરાબાની ૪૫ હજાર ચો.મી.થી વધુની જમીન પર ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણને દૂર કરી આશરે રૂ. ૨૩૦ કરોડના મૂલ્યની જમીન ખાલી કરાવાઈ હતી.


અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર જાનકી પટેલ તેમજ ટીમ દ્વારા આજ સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ રૈયા હિલ પાસે રૈયા ૩૧૮ ની ટી.પી. સ્કીમ નં-૨૨ માં એસ.પી. ૬૧ -૧, ૨ માં સરકારી ખરાબા જમીન પર ૪૫,૮૭૦ ચો. મી. જમીન પરના ૫૦ થી વધુ કાચા અને પાકા મકાન તેમજ ગેરેજ, એલ્યુમિનિયમ સ્ક્રેપ સહિત કેટલાક કોમર્શિયલ બાંધકામોનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. 


મહાનગરપાલિકાના બે બુલડોઝર સહિત ટ્રક-ટ્રોલર વગેરે જેવા સાધનોથી દબાણ હટાવી કાટમાળનો સ્થળ પરથી તુર્ત જ નિકાલ કરવામાં આવી રહ્યો છે. 
​​​​​​​

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની દબાણ હટાવ કામગીરીમાં સુરક્ષા બંદોબસ્ત અર્થે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના 20થી વધુ પોલીસ જવાનો, પી.જી.વી.સી.એલ.ની ટીમ તેમજ નાયબ મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમ સામેલ થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application