રાજકોટ માર્કેટ યાર્ડને મોંઘવારી નડી; દુકાનો– ગોડાઉન ભાડામાં ત્રણથી આઠગણો વધારો

  • February 06, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડને પણ હવે મોંઘવારી નડી છે, દરમિયાન યાર્ડની આવક વધારવાના હેતુથી જુના માર્કેટ યાર્ડ સંકુલની દુકાનો અને ગોડાઉનનું ભાડું વધારવા બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્રારા નિર્ણય કરાયો છે. દુકાનોનું ભાડું હાલ સુધી .૧૦૦થી ૨૦૦ હતું જે વધારીને ૩૦૦થી ૬૦૦ સુધી કરાયું છે, યારે ગોડાઉનનું ભાડું .૩૦૦ હતું તે વધારીને .૯૦૦થી ૨૫૦૦ સુધી કરાયું છે, ભાડા વધારાનો અમલ આગામી નાણાંકીય વર્ષના પ્રારંભે તા.૧–૪–૨૦૨૫થી થશે.
વિશેષમાં રાજકોટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ પ્રસિધ્ધ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટના પોપટભાઈ સોરઠીયા સબયાર્ડ (જુના માર્કેટ યાર્ડ સંકુલ)માં ગુજરાત ખેત ઉત્પાદન બજાર અધિનિયમ –૧૯૬૩ અને તેના નિયમો અને ઉપવીધીઓની જોગવાઇ મુજબ નિયંત્રિત ખેત જણસી–પેદાશોના ખરીદ–વેચાણની કામગીરી કરવા અગર વેપાર કરવાના હેતુ માટે દુકાન–ગોડાઉન વિગેરે નિયત કરવામાં આવેલ ભાડાની શરતોથી અને નિયત કરવામાં આવેલ ભાડાની રકમ વસુલ આપવાની શરતે ભાડેથી આપવામાં આવેલ છે. તા.૩૦.૯.૨૦૨૪ સામાન્ય સભાના ઠરાવ નં.૮થી નક્કી કર્યા મુજબ પર્વતમાન સમયમાં મિલકતની જાળવણી તેમજ નિભાવણીનો ખર્ચ ઘણો જ આવતો હોય મિલકતોના ભાડામાં ભાડા વધારો કરાયો છે જે આગામી તા.૧–૪–૨૦૨૫થી અમલી થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application