રાજકોટમાં આવકવેરો ભરવામાં કરદાતાઓએ ઉત્સાહ દાખવતા આવકવેરા વિભાગે તેનો લયાંક સિદ્ધ કર્યેા છે. આવકવેરા વિભાગમાં નોંધાયેલા કરદાતાઓએ ભરેલા કરવેરાના કારણે રાજકોટ વિભાગે ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં ૪,૧૯૩ કરોડ પિયાનો આવકવેરો વસૂલવાનો લયાંક રાખ્યો હતો તેના સ્થાને કલેકશન વધીને ૪,૩૭૯ કરોડ થયું છે. રાજકોટ આવકવેરા વિભાગને ગત નાણાકીય વર્ષ એપ્રિલ ૨૦૨૩–૨૪માં પિયા ૩,૭૨૩ કરોડ આવક થઈ હતી. જેમાં આ વખતે નોંધપાત્ર વધારો થયો હોવાનું જોવા મળ્યું હતું. ચાલુ વર્ષે ૨૦૨૪–૨૫માં ૪,૩૭૯ કરોડ પિયા થતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૭.૬૨ ટકાનો વધારો થયો હોવાનું સૂચવે છે.
રાજકોટ વિભાગમાં ૫૫ લાખથી વધારે કરદાતાઓ ચોપડે નોંધાયેલા છે. જેમાં આ વખતે રિટર્ન ભરવામાં ૨૦ થી ૩૦ ટકા વધુ કરદાતાઓએ રસ દાખવ્યો હતો.વેરાના નિષ્ણાતોનું માનવું છે કે રિટર્ન ફાઈલ કરવામાં વધારો થવા માટેના કારણોમાં લોકોની વધી રહેલી આવક પણ જવાબદાર છે. તેમ જ બીજા કેટલાક નિષ્ણાતો માને છે કે હવે સારી ટેકનોલોજીને કારણે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવું પહેલાની સરખામણીએ વધુ સરળ બની ગયું હોવાથી પહેલાની સરખામણીમાં વધુ રિટર્ન ફાઈલ થઈ રહ્યા છે. ત્રીજું, લોન લેવા માટે ત્રણ વર્ષના રિટર્ન બેન્કો કે નાણાં સંસ્થાઓ માગતી હોવાથી પણ ઘરનું ઘર વસાવવા માગતા કરદાતાઓ રિટર્ન ફાઈલ કરતાં થઈ ગયા છે. ચોથું શેરબજારમાં રોકાણ કરનારા છૂટક રોકાણકારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે પણ રિટર્ન વધારે ભરવામાં આવ્યા હોઈ શકે છે.
આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી ચાલુ વર્ષે માર્ચના અંતે કુલ મળીને ૮૮.૫૮ લાખ રિટર્ન ફાઈલ થયા છે, એમ આવકવેરા ખાતાના પોર્ટલ પર દર્શાવવામાં આવેલી વિગતમાં જણાવવામાં આવ્યું છે. ૩૧મી માર્ચ ૨૦૨૫ના અતં સુધીમાં ૨૦૨૪–૨૫ના વર્ષ માટેના કુલ મળીને ૯.૧૯ કરોડ રિટર્ન ફાઈલ થયા હોવાનું હતા તેમાંથી ૮.૬૪ કરોડ રિટર્નનું ઇ–વેરિફિકેશન કર્યા બાદ ચકાસણી કરી લેવામાં આવેલા રિટર્નમાં પિયા ૪,૩૫,૦૦૮ કરોડનું રિફડં પણ આપી દેવામાં આવ્યું હતું.સમગ્ર રાયમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ભરવામાં આવેલા રિટર્નની સંખ્યાની તુલના કરવામાં આવે તો તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૨૩ના વર્ષમાં ૭,૭૮ કરોડ, ૨૦૨૪ના વર્ષમાં ૮,૫૨ કરોડ અને ૨૦૨૫ના વર્ષમાં ૯.૧૯ કરોડ રિટર્ન ફાઈલ થયા છે. આમ રિટર્ન ફાઈલ કરવામાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૨૩ની તુલનામાં રિટર્ન ફાઈલ કરવામાં ૭ ટકાનો વધારો ૨૦૨૪માં જોવા મળ્યો હતો. યારે ૨૦૨૫માં ૨૦૨૪ની તુલનાએ રિટર્ન ફાઈલ કરવામાં ૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech