રાજકોટ હોસ્પિટલ CCTV કાંડ: મહિલાઓના વીડિયો વેચનાર 3 ઝડપાયા, દેશભરની હોસ્પિટલોના CCTV હેક થયાની શંકા

  • February 19, 2025 07:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની એક હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સંવેદનશીલ CCTV ફૂટેજ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક અન્ય આરોપીને પણ પકડવામાં આવ્યો છે. આ આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ વસૂલતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજકોટની હોસ્પિટલના CCTV IP એડ્રેસનો ઉપયોગ કરીને હેક કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.


ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રથી ઓપરેટ 

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મદદથી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. 3 મહિનાના CCTV IP એડ્રેસની તપાસ કરવામાં આવી હતી. આ ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના લાતુરથી ઓપરેટ થતી હતી. ફુલચંદ્ર નામનો વ્યક્તિ આ ચેનલ ચલાવતો હતો. આરોપીઓ રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સ સાથે સંપર્કમાં હતા.


JCP શરદ સિંઘલે વધુમાં જણાવ્યું હતું કે, દેશભરની હોસ્પિટલોના CCTV હેક થયા હોવાની શક્યતા છે. જો કે, હજુ સુધી હોસ્પિટલ સ્ટાફની કોઈ સંડોવણી સામે આવી નથી. આ પ્રકારની ચેનલ એક વર્ષથી કાર્યરત હતી. બે આરોપીઓ 12મું ધોરણ પાસ હતા. રાજકોટની હોસ્પિટલના CCTV ફૂટેજ મેળવવા માટે ડિસેમ્બર મહિનાથી પ્રયાસો ચાલુ હતા, અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફૂટેજ મેળવવામાં આવ્યા હતા.


ઝડપાયેલા આરોપી

પ્રજ્વલ અશોક તૈલી (અભ્યાસ- ધો. 12 પાસ, રહે. લાતુર, રોલ- મોલ, હોસ્પિટલ તેમજ અલગ અલગ જગ્યાના સીસીટીવી હેક કરાવતો હતો)

વ્રજ રાજેન્દ્ર પાટીલ (અભ્યાસ- નીટની તૈયારી કરે છે, રહે. સાંગલી, રોલ- રૂપિયા કલેક્શન કરવાનું કામ કરતો હતો)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application