વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ ઈસ્ટનું 87.06 અને વેસ્ટનું 92.46 ટકા પરિણામ

  • May 05, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં રાજકોટ શહેર ઇસ્ટનુ 87.06 અને વેસ્ટનું 92.46 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ ઈસ્ટ કેન્દ્રમાં 743 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 742 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 646 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 97 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને રાજકોટ ઈસ્ટ નું પરિણામ 87.06 ટકા આવ્યું છે. રાજકોટ વેસ્ટ સદર કેન્દ્રમાં 4067 માંથી 4061 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા 3,755 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 312 વિદ્યાર્થીઓ નાપાસ થયા તે આ કેન્દ્રનું પરિણામ 92.46% આવ્યું છે.

સામાન્ય પ્રવાહના રાજકોટના પરિણામની વાત કરીએ તો રાજકોટ ઈસ્ટ કેન્દ્રનું 93.84 અને રાજકોટ વેસ્ટ કેન્દ્રનું 93.89 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ ઈસ્ટ કેન્દ્રમાં 2245 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા તેમાંથી 2240 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી 2102 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 143 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. રાજકોટ વેસ્ટ કેન્દ્રની વાત કરીએ તો કુલ 4,116 વિદ્યાર્થીઓ નોંધાયા હતા તેમાંથી 4,109 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આમાંથી 3,858 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 258 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

વિજ્ઞાન પ્રવાહનું 2015 પછીનું સૌથી ઊંચું પરિણામ

વિજ્ઞાન પ્રવાહનું આ વર્ષનું પરિણામ 2015 ના પરિણામ પછીનું સૌથી ઊંચું પરિણામ છે. 2015માં 86.10 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે આ વખતે 83.51% પરિણામ આવ્યું છે 2016 માં 79.03 ટકા 2017 માં 81.89 ટકા 2018 માં 72.99 ટકા 2019 માં 71.90 ટકા 2020 માં 71.34 ટકા પરિણામ લેવામાં આવ્યું હતું. 2021 માં કોરોનાના કારણે પરીક્ષા લેવામાં આવી ન હતી અને 100% પરિણામ જાહેર કરાયું હતું. 2022 નું પરિણામ 72.02% ત્યાર પછી 2023 માં 65.58 ટકા અને છેલ્લે 2024 માં 82.45% પરિણામ આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application