રાજય પોલીસ વડા વીકાસ સહાય દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ તથા વહિવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તે અન્વયે ૧૦૦ કલાકના એજન્ડા અન્વયે ગુજરાત રાજ્યના રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં અસામાજિક ગુડા તત્વોની યાદી તૈયાર કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ-૨૩ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં આવેલ ૩૪૦ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે શખસોના ગેર કાયદેસર બાંધકામ તથા સરાકારી જમીન ઉપર દબાણ તથા ગેરકાયદેસર વિજજોડાણ તથા ગેર કાયદેસર નાણાકીય વ્યવહાર, અગાઉના ગુન્હામાં મળેલ જામીન બાદ આચરેલ ગુન્હાઓ મળ્યેથી જામીન રદની કાર્યવાહી તથા ભાડુઆત અંગેના રજીસ્ટ્રેશ ન કરેલ તો કાયદેસરની કાર્યવાહી તેમજ પાસા અને તડીપાર અંગેના પગલા લેવા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસને સુચના આપવામાં આવેલ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં પાંચ દિવસ દરમિયાન કુલ ૭૧ આરોપીઓ વિરૂધ્ધ પીજીવીસીએલ સાથે સંકલનમાં રહી ગેરકાયદેસર વિજ કનેક્શન કાપવામાં આવેલ અને જેનો દંડ રૂ.૩૫,૧૪,૭૯૪ વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી. બુટલેગર, અસમાજિક તત્વો મળી ૧૦ સામે પાસાની દરાખસ્ત તૈયાર કરવામાં આવી છે. કુલ-૪૦ શખસો વીરૂધ્ધ હૃદપારી દરખાસ્ત મુકવામાં આવેલ તેમજ આજદિન સુધી કુલ ૮૯ શખસો વિરુધ્ધ પ્રોહિબિશન એકટ સહિત કુલ ૧૩૩ શખસો વિરૂધ્ધ અલગ-અલગ કાયદાની જોગવાઇ મુજબ અટકાયતી પગલા લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લાના વિસ્તારોમાં આવેલ ગેર કાયદેસર પાંચ જગ્યાઓ ઉપર કરવામાં આવેલ બાધકામ દબાણ દુર કરવા માટે જે તે વિભાગો સાથે સંકલનમાં રહી કામગીરી કરવામાં આવી છે તેમજ ધોરાજી ખાતે બે અસામાજીક શખસો દ્વારા દબાણ વાળી જગ્યાએ (સેલ્ફ) ડિમોલેસન કરી નાખેલ છે.
પોલીસે પેટ્રોલીંગ દરમિયાન જાહેરનામા ભંગના ૦૮ કેસો તથા દારૂ પી વાહન ચલાવવાના ૧૮ કેસો અને પ્રોહીબીશનના ૮૬ કેસો, અને જુગારના ૧૩ કેસ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMજામનગર: આજે શનિ અમાવસ્યા...શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ
March 29, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech